GSTV
Home » News » મુસ્લિમ મહિલાઓને નમાઝની મંજૂરી મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી માગ્યો જવાબ

મુસ્લિમ મહિલાઓને નમાઝની મંજૂરી મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી માગ્યો જવાબ

Ayodhya land dispute

મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓને નમાઝની મંજૂરી આપવાની માંગ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને એનસીડબ્લ્યૂને નોટિસ ફટકારી જવાબ માગ્યો.  કોર્ટમાં આ મામલે અલગ-અલગ દલીલ કરવામાં આવી.

જેમાંથી એક પક્ષે કોર્ટમાં જણાવ્યું કે, કેનેડામાં મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે એક પક્ષે એવી દલીલ કરી કે, સાઉદી અરબના મક્કાની મસ્જિદમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. તમામ દલીલને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કેન્દ્રને સવાલ કર્યો કે, આ મામલે સરકાર પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે.

સુપ્રીમમાં આ પ્રકારની અરજી પુણેના એક મુસ્લિમ દંપતિએ કરી છે. જેમા મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓને નમાઝની મંજૂરી આપવાની માગ કરવામાં આવી છે. અરજીકર્તાની માગ છે કે, આપણા દેશમાં  મુસ્લિમ મહિલાઓને નમાઝ માટે મંજૂરી આપવામાં આવતી નથી. જે બંધારણાના મુળ આત્માનું ઉલ્લંઘન છે. જેથી મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝની મંજૂરી આપવામાં આવે.

Read Also

Related posts

BCCI આકરા મૂડમાં : કોહલી પાસેથી છિનવાશે વનડે અને T-20 ની કેપ્ટનશીપ, આ બનશે કેપ્ટન

Kaushik Bavishi

તો બાબુ બોખીરિયા સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે, દિનુ બોઘા બાદ ભાજપના બીજા કદાવર નેતા ભરાયા

Nilesh Jethva

દેશમાં જૂન મહિનાનો જથ્થાબંધ ફુગાવો 2 વર્ષની નીચી સપાટીએ, મોંધવારીમાં માત્ર 2.02%નો વધારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!