GSTV
Home » News » ઓમર અબ્દુલ્લાના કેસ મામલે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને ફટકારી નોટિસ

ઓમર અબ્દુલ્લાના કેસ મામલે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને ફટકારી નોટિસ

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાની પીએસએ અંતર્ગત કરાયેલી અટકાયતને પડકારતી સારા અબ્દુલ્લાની અરજી પર સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે આ મામલે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રને નોટિસ પાઠવી છે. સાથે જ કોર્ટે તેમને 2 માર્ચ સુધી પોતાનો જવાબ દાખલ કરવા જણાવ્યું છે. જસ્ટીસ અરૂણ મિશ્રા અને ઇન્દિરા બેનર્જીની પીઠે આ મામલાની સુનાવણી કરી.

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના બહેન સારાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી તેમના ભાઇને મુક્ત કરવાની માંગણી કરી છે. અરજીને સુનાવણી માટે બે જજની નવી ખંડપીઠ સમક્ષ મુકવામાં આવી હતી. આ નવી પીઠમાં જજ ઇન્દિરા બેનર્જી પણ છે. આ પહેલા બુધવારે જજ એમ એમ શાંતનગૌડર કોઇ પણ કારણ દર્શાવ્યા વગર સુનાવણીથી અલગ થઇ ગયા હતા.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!