GSTV
Home » News » નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ અને હોટસ્ટાર પર કંટેન્ટ બાબતે કાતર ફેરવવા કેંદ્રને SCની નોટિસ

નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ અને હોટસ્ટાર પર કંટેન્ટ બાબતે કાતર ફેરવવા કેંદ્રને SCની નોટિસ

મનોરંજનનાં બધાં જ સાધનોમાં છેલ્લા કેટલાક સમયમાં ડિજિટલ મીડિયામાં પ્લેટફોર્મમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી છે. લોકોને નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઇમ જેવાં પ્લેટફોર્મ્સ બહુ ગમી રહ્યાં છે. આ પ્લેટફોર્મ્સ પર નિર્દેશકોને અભિવ્યક્તિની બહુ આઝાદી મળે છે. આ પ્લેટફોર્મ્સ પર બતાવવામાં આવતી ફિલ્મો અને સીરિઝમાં ગાળો અને અશ્લીલતા ખુલ્લેઆમ બતાવવામાં આવે છે. એક એનજીઓએ થોડા સમય પહેલાં આવા કંટેન્ટને રોકવા માટે અપીલ દાખલ કરી હતી, જેને હાઇકોર્ટે નકારી કાઢી હતી. હવે આ બાબતે સુપ્રીમ કોર્ટની પ્રતિક્રિયા આવી છે.

સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ આપી છે, જેમાં નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇઝ અને હોટસ્ટારના કંટેન્ટને રેગ્યુલેટ કરવાનું જણાવવામાં આવ્યું છે. ANI ના ટ્વિટ અનુસાર, ‘સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને નોટિસ મોકલી છે, જેમાં આ પ્લેટફોર્મમાં બતાવવામાં આવતા કંટેન્ટ માટે નવી ગાઇડલાઇન બનાવવા અને તેને વિનિયમિત કરવાનું જણાવવામાં આવ્યું છે.’

એનજીઓની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, નિયંત્રણ ન હોવાથી આ પ્લેટફોર્મ્સ પર અશ્લીલતા પીરસવામાં આવે છે. ધર્મ અને નૈતિકતા સાથે જોડાયેલ વસ્તુઓ સાથે પણ છેડછાડ કરવામાં આવી રહી છે. સાથે-સાથે આ વેબ સીરીઝ અને ફિલ્મોના માધ્યમથી ભારતીય દંડ સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી એક્સ જેવી જોગવાઈઓનું પણ હનન થઈ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, હૉટસ્ટાર, અમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ પર બહુ મોટા પ્રમાણમાં ફિલ્મો અને વેબ સીરીઝ બની રહી છે. વિવિધ મુદ્દાઓ પર બહુ ઉગ્રતાથી તેમને બતાવવામાં આવે છે. નવાજુદ્દીન સિદ્દીકીની સુપરહિટ વેબસીરિઝ સિક્રેડ ગેમ્સના બે પાર્ટ અત્યારે બહુ ચર્ચામાં છે. જો આગામી દિવસોમાં નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ અને હોટસ્ટાર પર કેંદ્ર સરકાર કોઇ પગલાં લેશે તો, સેક્રેડ ગેમના બીજા પાર્ટ પર તેની માઠી અસર પડી શકે છે.

Related posts

સાંજના સમયે ખાતા હોય આ વસ્તુઓ તો બંધ કરી દેજો, ધડાધડ વધવા લાગશે વજન

Bansari

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!