મોદી સરકારે અદાણીને ફાળવી દીધી કોલસાની ખાણો, સુપ્રીમે ખુલાસો માગ્યો

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની કંપનીને કોલાસાની ખાણોમાંથી ખોટી રીતે ફાળવવા પર સુપ્રીમે કોર્ટે કેન્દ્ર સરકાર આરોપ લગાવતા નોટિસ મોકલી હતી. આ અરજી મુજબ જે કોલ બ્લોક્સની ફાળવણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી તેને સંયુક્ત સાહસ હેઠળ અદાણીને ફાળવવામા આવી હતી. સુપ્રીમ કોર્ટે કોલસાની ખાણોની ફાળવણીમાં અનિયમિતતા દાખવવાના કારણે 24 ઓગસ્ટ 2014માં 214 કોલ બ્લોક્સની ફાળવણીને સામૂહિક રૂપે ફગાવી દીધી હતી.

કોલ બ્લોકનું રીઅલોકેશન કાનૂની વિરુદ્ધમાં

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે માઈનિંગ રાઈટસ કોઈ પ્રાઈવેટ કંપનીને ટ્રાંસફર કરવા માટે બનાવવામાં આવેલ જોઈન્ટ વેંચર કંપનીને કોલ માઈનિંગ નેશનલાઈઝેશન એક્ટ 1973 હેઠળ ગેરકાયદેસર માનવામાં આવશે. આ રીતે અદાલતમાં પ્રાઈવેટ સેક્ટર સાથે બનેલા બધા જ જોઈન્ટ વેંચરનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેમાં પરસા ઈસ્ટ કેતેબસાન કોલ બ્લોક પણ સામેલ છે. આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ કોલ બ્લોકનું રીઅલોકેશન અદાલતના આદેશ તેમજ તેમના દ્વારા 31 માર્ચ 2015માં બનાવવામાં આવેલ કાનૂન વિરુદ્ધ જાય છે.

જગ્યા પર હાથીઓના પ્રાકૃતિક આવાસ

પ્રશાંત ભૂષણે આરોપ લગાવતા કહ્યું કે RRVUNL એ જેવી પરસાકેતે કોલિયરી લિમિટેડ સાથે 16 જુલાઈ 2008માં થયેલ કોલસાના ખાણકામ અને ડિલિવરી કરારને પાછો મેળવામાં આવે. આ કરારના કારણે પબ્લિક સેક્ટર યુનિટ કોલ ઇંડિયા તરફથી નોટિફાઈડ રેટ કરતાં વધારે મોંધી કિંમતો પર કોલસાની ખરીદી કરી રહી છે કેમકે આ કોલ બ્લોક ઘનઘોર જંગલમાં હોવાથી એન્વાર્યમેન્ટ એન્ડ ફોરેસ્ટ મિનિસ્ટ્રી ઓફ કોલે તેને માઈનિંગ ના કરવાનું ક્ષેત્ર ધોષિત કરેલ છે કેમકે તે જગ્યા પર હાથિઓના પ્રાકૃતિક આવાસ છે. NGT શ્રીવાસ્તવની અપીલ પર આ બ્લોક માટેના ક્લિયરેંસને નકારવામાં આવ્યો છે. જો કે આદેશ વિરુદ્ધ રાજસ્થાનની સરકારી કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે જેના પર હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter