GSTV

IT Act 66Aને લઈને સુપ્રીમ કોર્ટની લાલ આંખ, રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઇકોર્ટ રજિસ્ટ્રારોને નોટિસ મોકલી કર્યા આદેશ

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ (IT Act)ની કલમ 66Aને સુપ્રીમ કોર્ટ ધ્વરા રદ્દ કર્યા પછી તેને લઈને કેસ દાખલ કરાવવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તે લોકો સામે કાર્યવાહીની માંગ કરતી અરજીઓ પર તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ રાજ્યોની ઉચ્ચ ન્યાયાલયોના રજિસ્ટ્રાર જનરલને નોટિસ જાહેર કરી છે. જે કથિત રીતે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ (IT Act)ની ધારા 66એને સુપ્રીમ દ્વારા રદ્દ કરવા છતાં પ્રાથમિકી નોંધવામાં સામેલ છે.

સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ રાજ્યોની હાઇકોર્ટોના રજિસ્ટ્રાર જનરલને તે અરજી ને લાણીએ નોટિસ મોકલી છે જેમાં કહેવામાં આવ્યું છે કે લોકો સામે IT Actની કલમ 66A હેઠળ હજુ પણ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે જયારે કે આ કલમ રદ્દ કરી દેવામાં આવી છે.

IT Act

સુપ્રીમે કહ્યું છે કે તે સંપૂર્ણ આદેશ જાહેર કરશે જેથી આઇટી એક્ટ હેઠળ સમાપ્ત કરી દેવામાં આવેલ કલમ 66એ હેઠળ લોકોની સામે કેસ દાખલ કરવાના કિસ્સા કાયમ માટે ખતમ થઇ જાય. સુપ્રીમે કરતે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000ની કલમ 66 એ ના પ્રયોગ પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે જેને ઘણા વર્ષો પહેલા ખતમ કરી દેવામાં આવી છે.

કોર્ટે કહ્યું આ કેસ ન માત્ર અદાલતો સાથે સંકળાયેલા છે પરંતુ પોલીસ સાથે પણ સંકળાયેલ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઇકોર્ટોના રજિસ્ટ્રેટને નોટિસ મોકલવામાં આવે છે. આ આજેથી 4 સપ્તાહની સમયમર્યાદાની અંદર કરવામાં આવવું જોઈએ. રજિસ્ટ્રીને નોટિસ મળતા તેમની દલીલો અટેચ કરવાની રહેશે.

શું છે કલમ 66એ

આ કલમ હેઠળ પોલીસને આ સંદર્ભમાં ધરપકડનો અધિકાર આપવામાં આવે છે કે પોલીસકર્મી પોતાના વિવેકથી ‘આક્રમકઃ’ અટવા ‘ખતરનાક’ અથવા બાધા, અસુવિધા વગેરે પરિભાષિત કરી શકે છે.

તેમાં કોમ્પ્યુટર કે અન્ય કોઈ સંચાર ઉપકરણ જેમ કે મોબાઈલ ફોન કે ટેબ્લેટના માધ્યમથી સંદેશ મોકલવા પર સજાને નિર્ધારિત કરી છે. જેમાં દોશીને વધુમાં વધુ ત્રણવર્ષની જેલ થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!