GSTV
Gujarat Government Advertisement

નિર્ભયાના નરાધમોને 3 માર્ચની વહેલી સવારે અપાશે ફાંસી, નવું ડેથવોરંટ જાહેર

Last Updated on February 17, 2020 by Mansi Patel

નિર્ભયા ગેંગરેપના દોષીઓના મામલે આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. જેમાં 3 માર્ચના રોજ સવારે 6 લાગે ફાંસી અપાશે. નિર્ભયાના દોષિત પર બે વાર ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દોષીઓ કાયદેસરના વિકલ્પ અજમાવીને ફાંસીમાંથી છટકી ગયા છે. હવે આ આખરી ડેથવોરંટ આ નરાધમો માટે સાબિત થશે. પટિયાલા હાઉસ કોર્ટમાં દોઢ કલાક સુધી આ કેસની સુનાવણી ચાલી હતી. જેમાં આખરે ડેથવોરંટ જાહેર થયું હતું. 2 વાગે શરૂ થયેલી સુનાવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી પહેલાં જ રદ કરી દેવાઈ છે. એક માત્ર પવન પાસે ક્યુરેટિવ પીટિશનનો મોકો છે. હાઈકોર્ટે જાહેર કરેલી એક સપ્તાહની મહોલત પૂર્ણ થઈ ગઈ છે.

  • પટિયાલા હાઉસ કોર્ટે ડેથવોરંટ જાહેર કર્યું
  • નિર્ભયા કેસમાં દોષિયો સામે નવું ડેથ વોરંટ જાહેર થયું
  • નિર્ભયાના દોષિયો માટે હવે ફાંસીની નવી તારીખ જાહેર
  • બે વાર અગાઉ ડેથવોરંટ જાહેર થઈ ચૂક્યા છે.

પટિયાલા હાઉસ કોર્ટમાં ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણા તિહાર આજે નિર્ભયાના માતાપિતાની અરજી પર સુનાવણી કરી છે. અગાઉની સુનાવણીમાં કોર્ટે દોષિત પવન કેસ રજૂ કરવા સરકારી વકીલ રવિ કાજીની નિમણૂક કરી હતી. અગાઉ એ.પી.સિંઘ પવનના વકીલ હતા. નિર્ભયાના માતા-પિતાએ માંગણી કરી છે કે નવી અરજીમાં ગુનેગારોને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવે સુનાવણી પહેલાં નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું હતું કે કોર્ટમાં સુનાવણી માટે ઘણી તારીખો આપી હતી પરંતુ હજી સુધી કોઈ નવું ડેથ વોરંટ જાહેર કરાયું નથી. હાલમાં એક પણ દોષિની યાચિકા કોઇ પણ કોર્ટમાં પેન્ડિંગ નથી. એટલે ડેથવોરંટ જાહેર કરી શકાય છે.

તેમણે કહ્યું, “દરેક સુનાવણી વખતે, અમે નવી આશા સાથે જઇએ છીએ. તેમના વકીલો દરરોજ નવી યોજનાઓ અજમાવે છે. મને ખબર નથી કે આજે શું થશે, પરંતુ મેં આશા છોડી નથી. આજે નિર્ભયાની માતાની આશા પૂરી થઈ ગઈ છે.

સરકારી વકીલની દલિલો બાદ વકીલ એપીસિંહે કોર્ટમાં જમાવ્યું હતું કે, વિનયની માનસિક હાલત બરાબર નથી. એટલી ખરાબ છે કે, તેને 11મી ફેબ્રુઆરીથી ખાવા પિવાનું છોડી દીધું છે. એના શરીર પર પાટાઓ બાંધેલા છે. આ ગંભીર મામલો છે. જેઓએ કોર્ટને આ બાબતે મેડિકલ રિપોર્ટ માગવાની પણ દલિલ કરી હતી. દોષિયોના વકીલ એપી સિંહે તો અક્ષયની દયા યાચિકા માટે પણ સમય માગ્યો હતો. જેમને દલિલ કરી હતી કે, કેટલાક દસ્તાવેજો બાકી રહી ગયા હતા. અક્ષયના માતા-પિતાએ દયા યાચિકા અધૂરી લગાવી હતી. પવનના વકીલે પણ ક્યુરેટિવ પીટીશન અને દયા યાચિકા માટે સમય માગ્યો હતો.

પટિયાલા હાઉસ કોર્ટમાં સુવાનણી પહેલાં નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, કોર્ટમાં તારીખો ઘણી પડી છે. હજુ સુધી નવું ડેથવોરંટ જાહેર થયું નથી પણ અમે દરેક સુનાવણી પર એવી આશા રાખીએ છીએ કે આજે ડેથવોરંટ જાહેર થાય. વકીલો દરરોજ નવી રણનીતિ લઇને કોર્ટ સમક્ષ હાજર થાય છે. હું નહીં કહી શકું કે આજે પણ શું થશે. જોકે, કોર્ટે તેમની વિનંતીને આજે માન્ય રાખી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!