GSTV

BIG NEWS: દેશના જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ ફસાયા : સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા, 20 તારીખે થશે સજા

અવમાનના કેસમાં દેશમાં સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ ટ્વીટ કેસમાં સુઓમોટો લેતા વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટની અવમાનના દોષી ઠેરવ્યા છે. હવે સજા પર સુવાનણી 20 ઓગસ્ટે થશે. આ કેસની સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ ટ્વીટ ભલે અપ્રિય લાગે પણ કોર્ટનું અપમાન નથી.

ટ્વીટ કેસમાં સુઓમોટો લેતા વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટની અવમાનના દોષી ઠેરવ્યા

હવે સજા પર સુવાનણી 20 ઓગસ્ટે થશે

નોંધપાત્ર વાત એ છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) એસ.એ. બોબડે અને ચાર ભૂતપૂર્વ સીજેઆઈ અંગે પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવેલી બે અલગ અલગ ટ્વીટ્સને સુપ્રીમે સુઓમોટો તરીકે લીધી હતી. કોર્ટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને નોટિસ મોકલી હતી.

જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની ખંડપીઠે ભૂષણને આ કેસમાં દોષી ઠેરવ્યા છે.ઉલ્લેખનીય છે કે આ નોટીસના જવાબમાં વરીષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે નિવેદન આપ્યું હતું કે CJIની નિંદાએ સુપ્રિમ કોર્ટની ગરીમાને ઓછી નથી કરતી, બાઈક પર સવાર CJI વિશેની ટ્વિટ કોર્ટમાં સામાન્ય સુનાવણી ન થવાથી લઈને તેમની પીડા દર્શાવે છે. આ સિવાય ચાર પૂર્વ CJIને લઈને ટ્વિટની પાછળ મારો વિચાર છે જે ભલે અપ્રિય લાગે પરંતુ અવમાનના નથી.

READ ALSO

Related posts

ગુજરાતીઓ રાખો તકેદારી/ છેલ્લા 24 કલાકમાં 1372 નવા કેસ નોંધાયા, પરિસ્થિતિ વધુ વકરી

pratik shah

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ કંપનીઓએ લગાવી બોલી, જાણો કઈ કંપની છે રેસમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!