GSTV

ઝટકો/ સુપ્રીમ કોર્ટની સરકારને ચીમકી : સસ્પેન્ડ કરી દઈશું કૃષિ કાયદો, જમીની હકીકતને જાણવા માટે બનાવી રહ્યાં છીએ કમિટી

નવા કૃષિ કાયદાઓને લઈને સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલુ થઈ ગઈ છે. કેટલાક સમયમાં જ અદાલત કોઈ મોટો નિર્ણય સંભળાવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સુપ્રિમ કોર્ટ આ મામલે એક કમિટિ બનાવી શકે છે. જે આ આંદોલનની જમીની હકિકત સાથે ચોક્કસ ઉપાય શોધવા માટે પ્રયાસ કરશે.

કાયદાને રદ કરવાની અમારી પાસે છે તાકાત

ચીફ જસ્ટિશે કહ્યું કે અમે કાયદાની વૈધતાને લઈને ચિંતિત છીએ. સાથે જ નાગરીકોના જીવન અને સંપત્તિને લઈને પણ ચિંતિત છીએ. અમે સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી પાસે એક તાકાત એ પણ છે કે કાયદાને રદ કરી દઈએ અથવા તો કમિટીનું ગઠન કરીએ.

કાયદાનું સ્પષ્ટ સ્વરૂપ જાણવા કમિટી હોવી જરૂરી

ચીફ જસ્ટિશે કહ્યું કે આ કમિટી બધાની વાતો સાંભળશે. જેને પણ આ મુદ્દે સમાધાન જોઈએ તે કમિટી પાસે જઈ શકે છે. આ કોઈ આદેશ નહીં કે સજા નહીં આપે. આ ફક્ત અમને પોતાનો રિપોર્ટ સોંપશે. તેમણે કહ્યું કે અમે એક કમિટીનું ગઠન કરીએ જેથી અમારી પાસે એક સ્પષ્ટ તસવીર હોય. અમે એવું નથી સાંભળવા માગતા કે ખેડૂતો કમિટી પાસે નહીં જાય. અમે સમસ્યાનું સમાધાન ઈચ્છીએ છીએ. જો તમે અનિશ્ચિતકાળ સુધી પ્રદર્શન કરવા ઈચ્છોછો તો તમે કરી શકો છો.

કમિટીના માધ્યમથી રસ્તો નીકળી શકે

ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ એ.એસ બોપન્ના અને જસ્ટીસ વી રામાસુબ્રમણ્યનની પીઠે એટર્ની જનરલથી કહ્યું કે તે સરકારનો નિર્દેશમેળવી લે કે શું સરકાર પોતે કાયદાના અમલ પર રોક લગાવવા તૈયાર છે. ચીફ જસ્ટિશ તરફથી અદાલતમાં કહેવાયું છે કે અમને બતાવ્યું છેકે કુલ 400 સંગઠન છે. શું તમે આ બધાની તરફથી છો. હાલમાં શું હલચલ છે જેનો અમને ગ્રાઉન્ડ રીપોર્ટ આપો.
ચીફ જસ્ટીસે કહ્યું કે ખેડૂતોની માગ પર વાતચીત કરવા ઘણાં લોકો આવ્યા પરંતુ પીએમ આવતા નથી તેના પર જસ્ટીસે કહ્યું કે, પીએમને શું કરવું જોઈએ, તે તેઓ નક્કી નથી કરી શકતા, અમને લાગે છે કે કમિટીના માધ્યમથી રસ્તો નીકળી શકે છે. આ મામલામાં તે પાર્ટી નથી.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન

Pravin Makwana

કાળીયાર હરણ શિકાર કેસ/ શનિવારના રોજ કોર્ટમાં હાજર થવાનો સલમાન ખાનને આદેશ, 16 વખત લઈ ચૂક્યો છે હાજરીમાફી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!