GSTV
India News ટોપ સ્ટોરી

જાસૂસી કાંડ: પેગાસસ મામલાને સુપ્રીમે જણાવી ગંભીર બાબત, અરજીકર્તાઓને કહ્યું અરજીની નકલ કેન્દ્રને સોંપે: શું મોદી સરકાર ભરાશે?

પેગાસસ જાસૂસી કાંડ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે આમામલાની આગળની સુનાવણી મંગળવારે થશે. સુપ્રીમ કોર્ટે આ મામલે અત્યંત ગંભીર જણાવ્યો છે. નોંધનીય છે કે પેગાસસ મામલે કેન્દ્રની મોદી સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ કોર્ટે કથિત પેગાસસ જાસૂસી મામલાની સ્વતંત્ર તપાસના અનુરોધવાળી અરજીઓ પર સુનાવણી શરૂ કરતા જણાવ્યું કે જો આમામલામાં રિપોર્ટ સાચી ઠરશે તો જાસૂસી કાંડનો આરોપ અત્યંત ગંભીર છે. CJI એન વી રમણ અને જજ સૂર્યકાંતની ખંડપીઠે શરૂઆતમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ પત્રકાર એન રામ શશી કુમારની તરફથી હાજર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ઘણા સવાલો પૂછ્યા છે.

CJIએ જણાવ્યું કે આ બધામાં જતા પહેલા અમારા કેટલાક પ્રશ્નો છે, જેમાં કોઈ શંકા નથી, જો રિપોર્ટ સાચી છે તો આરોપો પણ અત્યંત ગંભીર છે. તેમણે આ કહેતા જણાવ્યું કે મોડો મુદ્દો ઉઠાવ્યો કે આ મામલો 2019માં સામે આવ્યો છે. CJIએ કહ્યું કે જાસૂસની રિપોર્ટ 2019માં સામે આવ્યો હતો.મને નથી ખબર કે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ એનથી કહેવા ઈચ્છતા કે આ એક અવરોધ હતો.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે તેઓ દરેક કેસની હકીકતોમાં જઈ રહ્યું નથી અને જો કેટલાક લોકો દાવો કરે છે કે તેમનો ફોનને ઈંટરસેપ્ટ કરવામાં આવ્યો હતો તો ટેલિગ્રાફ એક્ટ નિયમ મુજબ ફરિયાદ દાખલ કરી શકાય છે. સિબ્બલે કહ્યું, ‘હું સમજાવી શકું છું. અમારી પાસે ઘણી બધી સામગ્રી પહોંચી નથી. અરજીઓમાં ફોનમાં સીધી રીતે ઘુસણખોરીના 10 કેસોની માહિતી છે.

કપિલ સિબ્બલે રજુ કરી આ દલીલો


સુનાવણી દરમ્યાન એન રામ અને અન્યની તરફથી હાજર વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે જણાવ્યું કે આ સ્પાઈવેર કેવલ સરકારી એજન્સીઓને વેચવામાં આવે છે, અને ખાનગી સંસ્થાઓને વેચવામાં આવી શકતું નથી. NSO ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સામેલ છે. સિબ્બલે કહ્યું કે પેગાસસ એક ખતરનાક ટેકનોલોજી છે જે આપણી પરવાનગી વગર આપણા જીવનમાં પ્રવેશ કરે છે. આનાથી આપણા પ્રજાસત્તાકની ગોપનીયતા, ગૌરવ અને મૂલ્યો પર હુમલો થયો છે.

સરકારે જવાબ આપવો પડશે કોણે ખરીદ્યો : કપિલ સિબ્બલ

સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું હતું કે પત્રકારો, જાહેર વ્યક્તિઓ, બંધારણીય સત્તાવાળાઓ, કોર્ટના અધિકારીઓ, શિક્ષણવિદો તમામ સ્પાયવેરથી પ્રભાવિત છે અને સરકારે જવાબ આપવો પડશે કે તેને કોણે ખરીદ્યો? હાર્ડવેર ક્યાં મૂકવામાં આવ્યું હતું? સરકારે FIR કેમ નોંધાવી નથી?

સુપ્રીમ કોર્ટ ભારત સરકારને નોટિસ ફટકારે: સિબ્બલ

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે હું એટલું જ ઈચ્છું છું કે પેગાસસ જેવી ગંભીર બાબતમાં સુપ્રીમ કોર્ટે ભારત સરકારને નોટિસ પાઠવવી જોઈએ.

કોર્ટે સ્વતંત્ર તપાસ પર વિચાર કરવો જોઈએ: શ્યામ દિવાન

પેગાસસ કેસમાં શિક્ષણવિદ્ જગદીપ છોડકરની તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કહ્યું કે આ મામલો ખૂબ જ ગંભીર છે. ટોચની અદાલતમાં અપીલ કરતાં તેમણે કહ્યું કે કૃપા કરીને આ મામલાની સ્વતંત્ર તપાસનો વિચાર કરો.

નાગરીકોની ગોપનીયતા પર વિચાર કરો: અરવિંદ દત્તર

સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા અરજદાર પત્રકારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દત્તરે જણાવ્યું હતું કે નાગરિકોની ગોપનીયતા અને વ્યક્તિગત ગોપનીયતા ધ્યાનમાં લેવી જોઈએ.

અરજીઓમાં શું કહેવામાં આવ્યું છે તે જાણો

અરજીઓમાં જણાવાયું છે કે લશ્કરી કક્ષાના સ્પાયવેરનો ઉપયોગ કરીને મોટા પાયે જાસૂસી કરવામાં આવી રહી છે. જેના કારણે લોકોના ઘણા મૂળભૂત અધિકારોનું સંપૂર્ણ પણે ઉલ્લંઘન થઈ રહ્યું છે. એક રીતે સ્વતંત્ર સંસ્થાઓમાં ઘૂસણખોરી, હુમલો અને અસ્થિર કરવાનો પ્રયાસ છે, તેથી વહેલી તકે તેની સુનાવણી કરવાની જરૂર છે.અરજીઓમાં જણાવાયું છે કે જો સરકાર અથવા તેમની કોઈપમ એજન્સીએ પેગાસસ સ્પાઈવેરનું લાઈસન્સ લીધુ છે અને કોઈપણ રીતે તેનો વપરાશ કર્યો છે, તો કેન્દ્રે આ મામલામાં તપાસના માધ્યમથી ખુલાસો કરવાનો નિર્દેશ આપવામાં આવે.

નોંધપાત્ર રીતે, ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ મીડિયા ઓર્ગેનાઇઝેશને ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઇઝરાયલના જાસૂસ સોફ્ટવેર મારફતે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, જેમાં ભારતના બે કેન્દ્રીય મંત્રીઓ, 40થી વધુ પત્રકારો, ત્રણ વિપક્ષી નેતાઓ અને એક ન્યાયાધીશની જાસૂસી કરવામાં આવી છે. અધિકાર કાર્યકર્તાઓના 300થી વધુ મોબાઇલ નંબર હેક કરવામાં આવ્યા છે. જો કે, સરકારે તેના સ્તરે અમુક લોકોની દેખરેખ સંબંધિત આરોપોને નકાર્યા છે. સરકારે કહ્યું કે આ માટે કોઈ નક્કર આધાર નથી અથવા તેનાથી સંબંધિત કોઈ સત્ય નથી.

READ ALSO

Related posts

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના આ સ્ટાર પચારકો કરશે પ્રચાર પ્રસાર

GSTV Web Desk

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk

Gujarat Election / અમદાવાદના આ નેતાને લોકો કહી રહ્યા છે જુનિયર અમિત શાહ, જાણો શા માટે

Nakulsinh Gohil
GSTV