GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અયોધ્યા જમીન વિવાદની 6ઠ્ઠી ઑગસ્ટથી સુપ્રીમમાં રોજિંદા ધોરણે સુનાવણી

સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો હતો કે 6ઠ્ઠી ઑગસ્ટથી અયોધ્યા જમીન વિવાદની દૈનિક ધોરણે સુનાવણી થશે. અયોધ્યા જમીન વિવાદ કેસ કોર્ટના ઑર્ડર વગર ઉકલી જાય એટલા માટે સુપ્રીમ કોર્ટે એક મધ્યસ્થી સમિતિની નિમણુંક કરી હતી. આ સમિતિની આગેવાની સુપ્રીમના પૂર્વ જજ કે.એમ.આઈ.કલીફુલ્લાને સોપી હતી.

 તેમણે સુપ્રીમ કોર્ટને સોંપેલા રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે અયોધ્યા વિવાદ મુદ્દે હિન્દુ-મુસ્લીમ બન્ને પક્ષકારો વચ્ચે કોઈ સમાધાન શોધી શકાયુ નથી. સમિતિ નિમવાનો ઉદ્દેશ એ હતો કે કોઈ વિવાદ વગર તમામ પક્ષકારો સાથે બેસીને કોઈ કાયમી નિરાકરણ શોધી કાઢે.

સુપ્રીમ કોર્ટે  ઓર્ડમાં નોંધ્યુ છે કે કેસની સુનાવણી હવે પાંચ જજોની બનેલી બંધારણીય બેંચ કરશે. એ બેંચની આગેવાની ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ લેશે. આ કેસની સુનાવણી નક્કી થતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નિર્ણયને આવકાર્યો હતો. સંઘ-ભાજપની વર્ષોની ડિમાન્ડ છે કે વહેલી તકે આ કેસ પૂરો કરી અયોધ્યા જમીન વિવાદનો કાયમી ઉકેલ લઈ આવવામાં આવે.

હવે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે મોડું કરવા માંગતી નથી. માટે તમામ પક્ષકારો પોતાના બધાદસ્તાવેજો હાથવગા રાખવાની પણ કોર્ટે સૂચના આપી હતી. સાથે સાથે રજીસ્ટરી ઑફિસને પણ કેસ વિનાવિઘ્ને ચાલે એ માટે સામગ્રી તૈયાર રાખવાની સૂચના અપાઈ ગઈ છે. સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી કે આ કેસનું દૈનિક ધોરણે હિયરિંગ થવાનું છે, માટે બધા પક્ષો એ પ્રમાણે તૈયારી કરીને જ આવે.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!