GSTV

આજે આર્ટિકલ 370 મુદ્દે સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, સમગ્ર દેશવાસીઓની નજર

Last Updated on January 10, 2020 by Mayur

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ લગાવાયેલા પ્રતિબંધ સામે થયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે. જેના પર સૌની નજર છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ સરકારે સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રતિબંધો લગાવ્યા હતા. જે મામલે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.જેના પર આજે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેઠક ચુકાદો આપશે. પ્રતિબંધ સામે થયેલી અરજી પર ગત 27 નવેમ્બરે સુનાવણીઓ પૂર્ણ થઈ હીત. આજે જજ એન.વી. રમણ, જજ આર. સુભાષ રેડ્ડી અને જજ બી.આર. ગવઈની ત્રણ જજોની પેનલ ચુકાદો આપશે.

રાજ્યમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ગયો નથી

ગત 21 નવેમ્બર હાથ ધરાયેલી સુનાવણી સમયે સરકારે આર્ટિકલ 370 હટાવ્યા બાદ લગાવાયેલા પ્રતિબંધોને કોર્ટમાં યોગ્ય ગણાવ્યા હતા. સરકારે ભરેલા પગલાથી જ રાજ્યમાં કોઈનો જીવ ગયો નથી કે એક પણ ગોળી ચલાવવાની ફરજ પડી નથી. તેવી પણ દલીલ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત કાશ્મીર ટાઈમ્સના કાર્યકારી સંપાદક અનુરાધા ભસીન અને અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.જેમાં સંચાર વ્યવસ્થા ઠપ હોવા સહિતના પ્રતિબંધોને પડકારવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ગત પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવી દીધી હતી.

READ ALSO

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!