GSTV

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય મહિલા સેનાની સરકાર સામે થઈ મોટી જીત, આટલી મહિલાઓને મળ્યું પરમાનેંટ કમિશન

Last Updated on October 22, 2021 by Pravin Makwana

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય સેનામાં કાર્યરત મહિલા અધિકારીઓની મોટી જીત થઈ છે. સુપ્રીમ કોર્ટે 39 મહિલા અધિકારીઓને પરમાનેંટ કમીશન આપવાનો આદેશ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે, આ સંબંધિત આદેશ સાત દિવસમાં જાહેર કરવામાં આવશે.

હકીકતમાં જોઈએ તો, છેલ્લા કેટલાય દિવસોથી શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સ્થાયી કમિશન આપવાની માગ કરવામાં આવી હતી. જે બાદ ન્યાયમૂર્તિ ડી વાઈ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ બીવી નાગરત્નાની પીઠે આ મામલા પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને આ મામલે પોતાના જવાબ માગ્યો હતો અને પોતાના સ્તરથી આ મામલાનું સમાધાન લાવવા કહ્યુ હતું.

કોર્ટ

ભારતીય સેનાની મહિલા અધિકારીઓએ 25 માર્ચ 2021ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું અવહેલના કરવાને લઈને અરજી કરી હતી. જેમાં કહેવાયું હતું કે, જે મહિલા અધિકારીઓને સ્પેશયલ સિલેક્શન બોર્ડમાં 60 ટકા અંક મળ્યા છે. જેના વિરુદ્ધ ડિસિપ્લિન અને વિજિેલેંસના મામલા નથી. તે મહિલા અધિકારીઓને સેનામાં પરમાનેંટ કમીશન આપવામાં આવે.

જે બાદ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યુ કે, કુલ 72 મહિલા અધિકારીઓમાંથી એકને સર્વિસ રિલિઝી કરવાની અરજી આપી છે. બાકી 71 અધિકારીમાંથી 39 અધિકારી સ્થાયી કમિશનના યોગ્ય માન્યું છે. એટલા માટે તેમને કમિશન આપી શકાય છે. બાકી 25 વિરુદ્ધ અનુશાસનહિનતાના મામલા છે અને 7 મહિલા અધિકારીનો મેડિકલ રીતે અનફિટ જાહેર કર્યા છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!