GSTV

‘આપણે લોકશાહી દેશમાં છીએ, અહીં કાયદાનું રાજ છે’, ટ્રિબ્યુનલોની ખાલી પોસ્ટ્સ ભરવામાં કેન્દ્રની મનમાનીથી ભડકી સુપ્રીમ કોર્ટ

સુપ્રીમે

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

સુપ્રીમ કોર્ટે દેશભરની ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવાના મુદ્દે કેન્દ્ર સરકાર સામે ભારે નારાજગી વ્યક્તિ કરી છે અને કહ્યું છે કે સિલેક્શન કમિટીએ જે નામોની ભલામણ કરી છે તેમાંથી ઉમેદવારો પસંદ કરવામાં કેન્દ્ર સરકાર મનમાની કરી રહી છે.

નોકરી

સુપ્રીમ કોર્ટના સીટિંગ જજની આગેવાનીમાં પસંદગી પ્રક્રિયાબાદ નામની ભલામણ કરવામાં આવી હતી પરંતુ પસંદ કરવામાં આવેલ લિસ્ટ માંથી કેટલાંક નામ કેન્દ્રએ પસંદ કર્યા બાકીના નામ વેઇટિંગ લિસ્ટમાંથી લઇ લીધા. ચીફ જસ્ટિસે રોષ જાહેર કરતા કહ્યું કે આપણે લોકતાંત્રિક દેશમાં છીએ અહીં કાયદાનું શાસન ચાલે છે અને આપણે બંધારણ હેઠળ કામ કરીયે છીએ. તમે (કેન્દ્ર સરકાર) એમ ન કહી શકો કે અપને નામનો સ્વીકાર ન કરી શકીયે.

court

તેના પર કેન્દ્ર સરકારનો પક્ષ રજુ કરી રહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે સરકારને અધિકાર છે કે તે ભલામણો ન માને. ત્યારે ચીફ જસ્ટિસ એન વી રમનએ કહ્યું કે કાયદાનું રાજ છે તમે નામ અસ્વીકાર કરવાની વાત ન કરી શકો.

ટ્રિબ્યુનલોમાં ખાલી જગ્યાઓને લઈને સુપ્રીમ કોર્ટ નારાજ

વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટ દેશભર ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલ જગ્યાઓને લઈને ઘણી જ નારાજ છે. તેણે કહ્યું છે કે જે રીતે ભરતી કરવામાં આવી છે તે ‘પોતાની પસંદગીના ઉમેદવારોની પસંદગી’ કરવાના સ્પષ્ટ સંકેત આપે છે. ન્યાયાલયોએ કેન્દ્રને બે અઠવાડિયાની અંદર જે તે ટ્રીબ્યુનલમાં ભરતી કરવાની સૂચનાઓ આપી છે. જ્યાં પીઠાસીન અધિકારીની સાથે સાથે ન્યાયિક અને તકનીકી સભ્યોની મોટી અછત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!