GSTV

રામ મંદિર મામલે સુપ્રીમમાં વધુ એક તારીખ પડી, આ જજ બેંચમાંથી અલગ થયા

રામ મંદિર

સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મુદ્દે મહત્વની સુનાવણી હાથ ધરાઇ હતી. જે દરમ્યાન સુપ્રીમ કોર્ટ દ્વારા નવી ખંડપીઠની રચનાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કેસની વધુ સુનાવણી 29 જાન્યુઆરીએ નિર્ધારીત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં 5 જજોની ખંડપીઠ દ્વારા સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમ્યાન જસ્ટીય યુ.યુ. લલિતે પોતાને કેસમાંથી અલગ કરવાની જાહેરાત કરી હતી.

આ પહેલા 4 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે માત્ર 60 સેકન્ડમાં સુનાવણી આટોપી લીધી હતી. અને વધુ સુનાવણી માટે 10 જાન્યુઆરીની તારીખ નક્કી કરી દીધી હતી. આ પહેલા અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હિન્દુ મહાસભાના વકીલે કહ્યું હતુ કે જો નવી ખંડપીઠ કેસની સુનાવણી દરરોજ કરે તો વર્ષો જૂનો આ વિવાદ 60 દિવસમાં ઉકેલાઇ જશે. હિન્દુ મહાસભાના વકીલે કહ્યું હતુ કે તે સુનાવણી દરમિયાન ખંડપીઠ સમજ પોતાની વાત રાખશે. અને દરરોજ સુનાવણી માટે કોર્ટને અપીલ કરશે. તેમણે કહ્યું કે આ કેસમાં બંને પક્ષો તરફથી પોતાના પક્ષ રજૂ થઇ ચુક્યા છે. ડોક્યુમેન્ટ્સનું આદાન, પ્રદાન થઇ ચુક્યું છે. ટ્રાન્સલેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ચુકી છે.

અયોધ્યા કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે પાંચ જજોની જે ખંડપીઠની રચના કરી છે તેની આગેવાની ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ કરી રહ્યા છે. આ ખંડપીઠમાં જસ્ટિસ એસએ બોબડે. જસ્ટીસ એનવી રમના. જસ્ટિસ યૂયૂ લલિત. જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ સામેલ છે. સુનાવણી કરનારી ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ઉપરાંત તે ચાર જજ છે કે જેઓ ભવિષ્યમાં ચીફ જસ્ટિસના પદ માટે દાવેદાર છે. સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ જ પાંચ જજની ખંડપીઠની રચના કરી હતી.

Related posts

પાકિસ્તાને ઉશ્કેરણીજનક ફાયરિંગમાં બે જવાન શહિદ, ભારતીય સેનાએ કર્યો વળતો પ્રહાર

Nilesh Jethva

લોકડાઉનના અજબગજબ કિસ્સા/ પત્નીને પતિમાં દેખાય છે ભાઈ, સાસૂમાં પોતાની માતા દેખાય છે, કંટાળેલા પતિએ છૂટાછેડા માગ્યા

Pravin Makwana

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ તેમને અને તેમની પુત્રીને ફરી નજરબંધ કરવાનો આક્ષેપ લગાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!