GSTV

રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ

સુપ્રીમ કોર્ટે અદાલતનો સમય બરબાદ કરવા માટે ગુજરાત સરકાર પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે અપીલ દાખલ કરવામાં એક વર્ષ કરતા વધુ સમયનો વિલંબ કરવા પર રાજ્ય સરકારની “નિષ્ક્રિયતા અને અક્ષમતા” ને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

અરજી ફગાવી દીધી હતી

જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે અપીલ દાખલ કરવામાં “શિસ્ત વલણ” અપનાવવા પર રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને તેમની અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશ દિનેશ મહેશ્વરી અને ન્યાયાધીશ રિષિકેશ રોય પણ ખંડપીઠનો ભાગ હતા.

આ હેતુ છે

ખંડપીઠે કહ્યું કે, આ પ્રકારના કેસને આશરો આપવાના હેતુથી અદાલતમાં વિલંબ સાથે અપીલ કરવામાં આવે છે. જેથી તેને રદ કરવામાં આવે અને તેના આધાર પર કેસને સમાપ્ત કરી દેવામાં આવે. રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા માર્ચ 2019માં પારિત એક આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ 427 દિવસના મોડેથી દાખલ કરી હતી.

ન્યાયાલયે કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય માત્ર ઔપચારિકતા પૂરી કરવા અને પોતાના તે અધિકારીઓને બચાવવાનો છે જે નિર્ધારિત પ્રક્રિયાને પૂર્ણ કરી શક્યા નથી અને બની શકે છે કે, તેમણે આવુ જાણીજોઈને કર્યું હોય.

READ ALSO

Related posts

LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો

pratik shah

મોટા સમાચાર/ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું, ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી

pratik shah

નગરપાલિકા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી, મોડાસામાં 9 બેઠકો પર જીત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!