GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

લોકડાઉન વચ્ચે સુપ્રિમ કોર્ટે BS-4 વાહનો વેચવાની તારીખ લંબાવી

કોરોના લોકડાઉનને કારણે વાહનોનું વેચાણ ન થવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા વાહન ઉત્પાદકોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ઓટોમોબાઇલ ડિલરોને રાહત આપતા સુપ્રીમ કોર્ટે કોરોના લોકડાઉન દૂર થયા પછી દસ દિવસ સુધી BS-4 વાહનોનું વેચાણ કરવાની પરવાનગી આપી છે.

જો કે આ રાહત  દિલ્હી-એનસીઆરને આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે અગાઉ BS-4 વાહનોના વેચાણની અંતિમ તારીખ ૩૧ માર્ચ નક્કી કરી હતી. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન(એફએડીએ)  દ્વારા BS-4 વાહનોના વેચાણની અંતિમ તારીખમાં વધારો કરવાની માગ કરવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ અરૃણ મિશ્રા અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બનેલી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એફએડીએની આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જો કે ખંડપીઠે એક વાત સ્પષ્ટપણે જણાવી હતી કે એક એપ્રિલથી દિલ્હી એનઆરસીમાં BS-4નું કોઇ પણ વાહન વેચી શકાશે નહીં.

ખંડપીઠે વધુમાં જણાવ્યું છે કે લોકડાઉન પછીના દસ દિવસમાં પણ નહીં વેચાયેલા બીએસ-૪ વાહનોના દસ ટકા વાહનોના જ વેચાણને પરવાનગી આપવામાં આવશે. વીડિયો કોન્ફરન્સિંગથી થયેલી આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ એએનએસ નદકર્ની, એફએડીએ વતી સિનિયર વકીલ કે વી વિશ્વનાથન હાજર રહ્યાં હતાં.

READ ALSO

Related posts

WhatsApp હવે એકસાથે 50 લોકો કરી શકે છે Video Call, જાણો સરળ રીત

Ankita Trada

આજથી આ 5 મોટા ફેરફાર થઈ ગયા, એની જાણકારી મેળવવી તમારા માટે ઉપયોગી છે

Mansi Patel

કોરોનાની સારવાર માટે નવી આશા, Ultraviolet કિરણો અને વિટામિન્સ દ્વારા વાયરસ થશે દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!