GSTV
Home » News » 100% VVPATની તપાસની અરજી સુપ્રીમે ફગાવી, કહ્યુ- લોકતંત્રને પહોંચી શકે છે નુકશાન

100% VVPATની તપાસની અરજી સુપ્રીમે ફગાવી, કહ્યુ- લોકતંત્રને પહોંચી શકે છે નુકશાન

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા વિપક્ષી દળો ઈવીએમ અને વીવીપેટ મુદ્દે બેઠક કરે તે પહેલા સુપ્રીમ કોર્ટે આ સંબંધી એક અરજી ફગાવી દીધી છે. ચેન્નાઈના ટેક્નોક્રેટ જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને નિર્દેશ કર્યો હતો કે વીવીપેટની હકીકતને આધીન મશીનો સંખ્યાને 100 ટકા કરવામાં આવે.

જોકે સુપ્રીમે કહ્યું કે અરજીમાં કોઈ યોગ્યતા નથી. ટેક્નોક્રેટ્સના એક ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગ કરી હતી કે વેરિફિકેશન માટે તમામ ઈવીએમમાં વીવીપેટની સુવિધા આપવી જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવીને કહ્યું કે આ મેરિટ અનુસાર નથી.     

સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આ મામલે પહેલાથી મુખ્ય ન્યાયાધીશની બેન્ચ નિર્ણય આપી ચુકી છે. તો પણ તમે આ મામલો વેકેશન બેન્ચ સામે કેમ ઉઠાવી રહ્યા છો?’ આ અરજીને બકવાસ ગણાવતા સુપ્રીમે કહ્યું કે આમ જ કરતા રહ્યા તો આનાથી લોકતંત્રને નુકશાન પહોંચી શકે છે.

આ પહેલા મંગળવારે 7 મેએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ અને વીવીપેટની ચિઠ્ઠીઓની સરખામણી કરવાને લઈને સુનાવણી થઈ હતી. આ સમયે વિપક્ષ દ્વારા કરવામાં આવેલી યાચિકાને સુપ્રીમે ફગાવી હતી. વિપક્ષની માંગ હતી કે 50 ટકા વીવીપેટ ચિઠ્ઠીઓની ઈવીએમ સાથે સરખામણીનો આદેશ ચૂંટણી પંચને આપવામાં આવે. અરજીને ફગાવતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અદાલત આ મામલને વારંવાર કેમ સાભળે?  

Read Also

Related posts

ધનતરેસનાં દિવસે સોનાની જગ્યાએ તલવાર ખરીદો, ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

pratik shah

પોર્ન જોવાનો ચસ્કો ભારે પડી જશે, ફોનમાં એક ક્લિક કરશો અને…..

Bansari

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!