GSTV
Home » News » સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો નિર્દેશ, શું મતદારોની સંતુષ્ટી માટે વીવીપેટની સંખ્યા વધારી શકાય

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો નિર્દેશ, શું મતદારોની સંતુષ્ટી માટે વીવીપેટની સંખ્યા વધારી શકાય

સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચને 28 માર્ચ સુધી તે વાત જણાવવા માટે નિર્દેશ આપ્યો કે શું તે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે વર્તમાન સમયમાં પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટના નમૂના સર્વેક્ષણની સંખ્યા એકથી વધુ કરી શકે છે ? સીજેઆઇ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની ખંડપીઠે ચૂંટણી પંચને 28 માર્ચ સુધીમાં સોગંદનામુ દાખલ કરવા જણાવ્યું છે.

કોર્ટે તે પણ જણાવવા નિર્દેશ આપ્યો કે શું મતદારોની સંતુષ્ટી માટે વીવીપેટની સંખ્યા વધારી શકાય છે. કોર્ટે તે સંકેત આપ્યો કે વીવીપેટની સંખ્યા વધારવી જોઇએ. ખંડપીઠે આ નિર્દેશની સાથે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં 21 વિપક્ષી નેતાઓની અરજી પર સુનાવણી એક એપ્રિલ સુદી સ્થગીત કરી દીધી છે. વિપક્ષના નેતાઓની માગણી છે કે લોકસભા ચૂંટણીમાં દરેક વિધાનસભા બેઠકમાં ઓછામાં ઓછા 50 ટકા વોટિંગ મશીનોની વીવીપેટ પર્ચીઓની તપાસ કરવામાં આવે.

READ ALSO

Related posts

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા વારાણસી, સૌ પ્રથમ કાળભૈરવ પહોંચી કર્યા દર્શન

Arohi

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur