GSTV
Home » News » રમજાનમાં વહેલા મતદાન માટે સુપ્રિમ કોર્ટે સુનાવણી માટે કર્યો ઈનકાર, ચૂંટણી પંચને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યુ

રમજાનમાં વહેલા મતદાન માટે સુપ્રિમ કોર્ટે સુનાવણી માટે કર્યો ઈનકાર, ચૂંટણી પંચને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યુ

Ramzan Supreme Court

રમજાનના મહિનામાં જલ્દી મતદાન કરાવવાની માંગ પર સુપ્રિમ કોર્ટે સુનાણી કરવાની ના કહી દીધી છે. સુપ્રિમ કોર્ટમાં માંગ કરાઈ હતીકે, રમજાનના મહિનામાં મતદાનનો સમય સવારે સાત વાગ્યાને બદલીને પાંચ વાગ્યાનો કરી દેવામાં આવે. જોકે, કોર્ટે આ મામલે ચૂંટણી પંચને યોગ્ય નિર્ણય લેવા માટેનો નિર્દેશ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, લોકસભા ચૂંટણીના સાત તબક્કાનાં મતદાનમાંથી ત્રણ તબક્કામાં મતદાન થવાનું બાકી છે.

ત્રણ તબક્કાનું મતદાન રમજાનનાં મહિનામાં થવાનું છે. તેજ ગરમી અને તાપને જોતા રોજા રાખતા લોકોને રાહત આપવા માટે મતદાનના સમયમાં બદલાવ કરવાની માંગ કરાઈ હતી. ઉલ્લેખનીય છેકે,દેશમાં હાલમાં ભીષણ ગરમી પડી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને યુપીમાં તો ગરમીએ પાછલા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.

READ ALSO



Related posts

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

Mayur

કર્ણાટકના ધારાસભ્યો અને સ્પીકર બન્નેને રાજી રાખતો સુપ્રીમનો નિર્ણય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!