GSTV

બાબરી વિધ્વંસની વરસી, યુપીમાં હાઈએલર્ટ, અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા

Last Updated on December 6, 2018 by

બાબરી વિધ્વંસની વરસીને જોતા ઉત્તરપ્રદેશની પોલીસ હાઈએલર્ટ પર છે. ઘણાં સંગઠનોએ છઠ્ઠી ડિસેમ્બરે શૌર્ય દિવસ અને અન્ય સંગઠનોએ કાળો દિવસ મનાવવાની ઘોષણા કરી છે. યુપીના તમામ જિલ્લામાં રાજ્યની પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે.

બાબરી વિધ્વંસની વરસીના દિવસે અયોધ્યા ખાતે સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દેવામાં આવી છે. અયોધ્યાના વિવાદીત રામજન્મભૂમિ પરિસર ખાતે આવેલા કામચલાઉ મંદિરની સુરક્ષા વ્યવસ્થાને પણ વધુ કડક બનાવવામાં આવી છે. અયોધ્યામાં મંગળવારે યુપી પોલીસે આખા શહેરમાં ફ્લેગ માર્ચ કરી હતી. ફ્લેગ માર્ચ દરમિયાન એસપી સિટી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સાથે શહેરની સડકો પર નીકળ્યા હતા.

છઠ્ઠી ડિસેમ્બરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં છ કંપની પીએસી, બે કંપની આરએએફ સાથે ચાર એડિશનલ એસપી, 10 ડેપ્યુટી એસપી, 10 ઈન્સ્પેક્ટર, 150 સબ ઈન્સ્પેક્ટર અને પાંચસો પોલીસ જવાનોની તેનાતી કરવામાં આવી છે. અયોધ્યા કાતે માકાનોની છત પર પણ પોલીસ દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. અયોધ્યાના તમામ એન્ટ્રી-પોઈન્ટ્સ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

અયોધ્યામાં આવાગમન કરનારા લોકોનું કડક ચેકિંગ કરવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં પહેલા જ કલમ-144 લાગુ કરવામાં આવી છે. આ સિવાય આજે અયોધ્યા શહેરમાં રુટ ડાયવર્ઝન પણ લાગુ કરવામાં આવ્યા છે. તેના પ્રમાણે ચાર પૈંડાના વાહનો ટેઢી બજાર ચોકથી અયોધ્યા શહેર તરફ જઈ શકશે નહીં. આ ચાર પૈંડાના વાહનોને સંપર્ક માર્ગ પરથી જ જવું પડશે.

આ સિવાય પ્રશાસને બિનપરંપરાગત કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે. અયોધ્યા જિલ્લાની તમામ સીમાઓ પર બેરિયર લગાવી દેવામાં આવ્યા છે. સુલ્તાનપુર સીમા, આંબોડકર નગર સીમા, બસ્તી અને ગોંડા સાથેની સીમા પર બેરિયરો લગાવવામાં આવ્યા છે. રૌનાહી ટોલ પ્લાઝા પર પણ સુરક્ષાદળને તેનાત કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના જિલ્લા પોલીસ પ્રમુખો માટે ડીજીપી મુખ્યમથક તરફથી વિગતવાર નિર્દેશ જાહેર કરવામાં આવી છે. આમા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મહત્વપૂર્ણ જાહેરસ્થાનો અને મિશ્રિત વસ્તીવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા હેઠળ નજર રાખવાના વિશેષ નિર્દેશ આપ્યા છે.

યુપીના તમામ જિલ્લા પોલીસ પ્રમુખોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે નાગરિક સુરક્ષા સંગઠન, ડિજિટલ વોલિયન્ટર્સની સેવાઓને લઈને પીસ કમિટીની બેઠકોનું આયોજન કરવામાં આવે. તેની સાથે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ ક્ષેત્રોમાં પોલીસ ફોર્સની તેનાતી વધુ મજબૂત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશની તમામ ઘટનાઓ મામલે ડીજીપી મુખ્યમથક દ્વારા 24 કલાક સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. પોલીસ ફોર્સને નિર્દેશ આપવામાં આવ્યો છે કે પરસ્પર સૌહાર્દ અને સદભાવના જાળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે.

Related posts

રાજકારણ/ રેપ તો રેપ જ હોય છે એ પછી દિલ્હીમાં હોય, રાજસ્થાનમાં હોય કે છત્તીસગઢમાં : 9 વર્ષની માસૂમ સાથે અત્યાચાર

Damini Patel

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana

ભારે હોબાળો/ દિલ્હીમાં બાળકીનું શંકાસ્પદ મોત, અરવિંદ કેજરીવાલ માંડ માંડ ઘરે પહોંચ્યા પણ એવું થયું કે સહેજમાં બચી ગયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!