GSTV

SCનો મોટો ફેંસલો, હવે ચીફ જસ્ટીસની ઓફીસ પણ આવશે RTIના દાયરામાં

Last Updated on November 14, 2019 by Mayur

સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેચે બુધવારે મોટો નિર્ણય કર્યો છે. હવે મુખ્ય ન્યાયધિશ(CJI)ની ઓફિસ પણ RTIના કાર્યક્ષેત્ર હેઠળ આવશે. જો કે, સુપ્રીમ કોર્ટે તેમાં કેટલાંક નિયન પણ જાહેર કર્યાં છે. નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, CJI ઓફિસ એક પબ્લિક ઓથોરિટી છે, તેના હેઠળ તે RTIના કાર્યક્ષેત્રમાં આવશે. જો કે આ દરમિયાન ઓફિસની ગૃપ્તતા જળવાય રહેશે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ જે. ખન્ના, જસ્ટીસ ગુપ્તા, જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ રમ્મના  વાલીની બેચે ગુરુવારે આ નિર્ણયને વાંચ્યો. સુપ્રીમ કોર્ટે બંધારણના આર્ટિકલ 124 હેઠળ આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા 2010માં આપવામાં આવેલા નિર્ણયને જાળવી રાખ્યો છે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનું કાર્યાલય આરટીઆઇના દાયરામાં આવવું જોઇએ કે નહીં તે અંગે આવતીકાલે ચુકાદો આવી શકે છે. બંધારણીય બેન્ચે એપ્રિલમાં કેસની સુનાવણી પછી નિર્ણય અનામત રાખ્યો હતો. જજોના કાર્યને આરટીઆઇના દાયરામાં લાવવાની સૌથી મોટી દલીલ એ છે કે તેનાથી પ્રજામાં ન્યાયતંત્ર માટે વિશ્વસનીયતા વધશે અને સિસ્ટમમાં વધુ પારદર્શકતા આવશે. 

સુપ્રીમ કોર્ટ રજિસ્ટારના દિલ્હી હાઇકોર્ટના એ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે જેમાં સીઆઇસીના આદેશને યોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. સીઆઇસીએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ આરટીઆઇના દાયરામાં છે. સીઆઇસી અને હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રારે ૨૦૧૦માં પડકાર્યો હતો. તે વખતે સુપ્રીમ કોર્ટે હાઇકોટના આદેશ પર સ્ટે મૂકી દીધો હતો અને કેસને બંધારણીય બેન્ચને સુપ્રત કરી દીધો હતો. 

આ કેસમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે માહિતીના અધિકાર હેઠળ જજોનું કાર્ય જાહેર દાયરામાં આવે છે. વરિષ્ઠ વકીલે વધુમાં જણાવ્યું હતું કે ચીફ જસ્ટિસ સહિત કોલેજિયમના અન્ય જજ સારું કાર્ય કરી રહ્યાં છે હોવા છતાં આ અંગેની માહિતી જાહેર થવી જોઇએ. કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે કોઇ ઇચ્છતું નથી સિસ્ટમમાં અપારદર્શકતા રહે. કોઇ ઇચ્છતું નથી કે અંધારામાં કાર્ય થાય અને કોઇ પણ કોઇને અંધારામાં રાખવા માંગતું નથી. હાલમાં આ અંગેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. 

READ ALSO

Related posts

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta

ના હોય! માતાના ગર્ભમાંથી નીકળતા જ પ્રેગ્નેટ થઈ ગઈ 1 દિવસની બાળકી, પુત્રીના પેટમાં ઉછરી રહ્યું હતું બાળકઃ ગર્ભમાં હૃદય અને હાડકાં બની ગયા

Harshad Patel

ક્રૂરતાની હદો પાર: ઓળખ બાદ તાલિબાને દાનિશ સિદ્દીકીની કરી હતી નિર્દયતાથી હત્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!