GSTV
Gujarat Government Advertisement

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

Last Updated on October 27, 2020 by pratik shah

ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી ગેંગરેપની ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. જેને લઇને મોટો વિવાદ પણ થયો હતો. એસઆઇટી અને સીબીઆઇ દ્વારા કેસની તપાસ ચાલી રહી છે. ત્યારે આ કેસમાં તમામ લોકોને સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ હતી. મંગળવારે સુપ્રીમ કોર્ટે હાથરસ કેસમાં પોતાનો નિર્ણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હવે હાથરસ કેસને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. સીબીઆઇ હવે અલ્લાહાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ આ કેસની તપાસ કરશે.

હાઇકોર્ટ હાથર્સ કેસને મોનિટર પણ કરશે

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ્ટ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે હાથરસ પીડિત પરિવારની સુરક્ષા સાથે સાક્ષીઓની સુરક્ષા સાથે જોડાયેલી તમામ બાબતો હવે અલ્લાહાબાદ હાઇકોર્ટ જોશે. આ કેસની સ્ટેટસ રિપોર્ટ સીબીઆઇ હવે અલ્લાહાબાદ હાઇકોર્ટને આપશે. આ દરમિયાન હાઇકોર્ટ આ કેસને મોનિટર પણ કરશે. ઉત્તર પ્રદેશથી આ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાને લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેનો નિર્ણય બાદમાં કરવામાં આવશે.

તપાસ બાદ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવા અંગે નિર્ણય લેવાશે

કોર્ટે કહ્યું કે અત્યારે તો સીબીઆઇ તપાસ કરી રહી છે, જ્યારે સીબીઆઇ તપાસ પુરી થશે ત્યારે કેસને દિલ્હી ટ્રાન્સફર કરાવા અંગે નિર્ણય કરવામાં આવશે. હાથરસ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હાથરસ કેસની નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ તમામ દલીલ ઉપર સુપ્રીમ કોર્ટે હાલ પુરતુ પૂર્ણ વિરામ મુકી દીધું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ઓક્સિજન કન્સેન્ટ્રેટર નહીં ઓક્સિજન જનરેટર : 2500 રૂપિયાના વાયુપુત્ર માટે થઈ રહી છે પડાપડી, 45 હજાર રિકવેસ્ટ આવી

Pritesh Mehta

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

Pritesh Mehta

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!