GSTV
Gujarat Government Advertisement

સુપ્રીમ એક્શન મોડમાંઃ દેશમાં ઓક્સિજન અને દવાઓના વિતરણ માટે બનાવી ખાસ 12 સભ્યોની ટાસ્ક ફોર્સ

Last Updated on May 8, 2021 by Karan

દેશના મોટાભાગના રાજ્યોમાં ઓક્સિજન અને જરૂરી દવાઓની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રિમ કોર્ટે પણ સતત આ બાબત પર નજર રાખી રહી છે. સુપ્રિમ કોર્ટે આજે શનિવારે રાજ્યોમાં ઓક્સિજન અને જરૂરી દવાઓના વિતરણ માટે 12 સભ્યોની રાષ્ટ્રીય ટાસ્ટ ફોર્સનું ગઠન કરી દીધું છે.

કોરોના

આ ફોર્સ તમામ પ્રકારે કામ કરવા માટે સ્વતંત્ર

કોર્ટે પોતાના આદેશમાં કહ્યં કે આ ટાસ્ક ફોર્સ પરામર્શ અને સૂચના માટે કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગ સાથે સલાહ અને વિચાર વિમર્શ કરવા માટે સ્વતંત્ર હશે. આ ફોર્સ કામ કરવા માટે પોતાની રીતે અલગ પ્રયાસો કરવા માટે પણ સ્વતંત્ર હશે. સુપ્રીમ કોર્ટે 12 સભ્યોની સંગઠિત નેશનલ ટાસ્ક ફોર્સના 12 સભ્યોના નામ પણ જાહેર કરી દીધા છે.

આ બાર સભ્યોના નામ કરાયા જાહેર

  1. ડોક્ટર ભબતોષ વિશ્વા, પૂર્વ કુલપતિ, પશ્ચિમ બંગાળ સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય, કોલકત્તા
  2. ડોક્ટર દેવેન્દ્રસિંહ રાણા, ચેરપર્સન, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, સર ગંગારામ હોસ્પિટલ
  3. ડોકટર દેવીપ્રસાદ શેટ્ટી, ચેરપર્સન અને કાર્યકારી નિર્દેશક, નારાયણ હેલ્થકેર બેંગલુરુ
  4. ડોક્ટર ગગનદીપ કાંગ, પ્રોફેસર, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર , તામિલનાડુ
  5. ડો. જેવી પીટર, ડાયરેક્ટર,ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર , તામિલનાડુ
  6. ડો. નરેશ ત્રેહન, ચેરપર્સન અને મુખ્ય નિર્દેશક, મેદાંતા હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ ગુરુગ્રામ
  7. ડો. રાહુલ પંડિત ક્રિટિકલ કેર મેડિસીન એન્ડ આઈસીયુ, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ, મહારાષ્ટ્ર
  8. ડો. સૌમિત્ર રાવત, ચેરમેન, સર્જિકલ ગેસ્ટ્રોએંટરોલોજી, લિવર ટ્રાન્સપ્લાન્ટ, સરગંગારામ હોસ્પિટલ
  9. ડો. શિવકુમાર સરીન, વરિષ્ઠ પ્રોફેસર, (ILBS ) દિલ્હી
  10. ડો. જરીર એફ ઉદવાડિયા, કન્સલ્ટન્ટ ચેસ્ટ ફિજિસિયન, હિંદુજા બ્રિચકેન્ડી, અને પારસી જનરલ હોસ્પિટલ, મુંબઈ
  11. સચિવ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર
  12. નેશલન ટાસ્ક ફોર્સના સંયોજક પણ આના સભ્ય હશે. જે કેન્દ્ર સરકારમાં કેબિનેટ સચિવ સ્તરના અધિકારી હશે. જરૂરિયાત પડવા પર કેબિનેટ સચીવ સહયોગીની નિયુક્તિ કરી શકે છે. જો કે હાલ સચિવના પદથી નીચેના રેન્કના અધિકારીને નિયુક્ત નહીં કરી શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!