GSTV
Home » News » જાતીય સતામણીના આરોપોમાં ઘેરાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને મળી ક્લીન ચીટ

જાતીય સતામણીના આરોપોમાં ઘેરાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને મળી ક્લીન ચીટ

જાતીય સતામણીના આરોપોમાં ઘેરાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની તપાસ કરી રહેલાં ત્રણ સદસ્યોની કમિટીએ ક્લિન ચીટ આપી દીધી છે. સુપ્રિમકોર્ટના ત્રણ જજોની આ ઈનહાઉસ કમિટીએ આ મામલે સોમવારે કહ્યુ હતુકે, તેઓ એ નિર્ણય પર પહોંચ્યા છેકે, જસ્ટિસ રંજન ગોગોઈ પર લગાવેલાં આરોપો નિરાધાર છે. જસટિસ એસએ બોબડેની આગેવાનીવાળી ત્રણ જજોની કમિટીએ જાતીય સતામણીની ફરિયાદને ફગાવી દીધી છે. જસ્ટિસ બોબડે સિવાય સુપ્રિમ કોર્ટની આ ઈન હાઉસ કમિટીમાં જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા અને ઈન્દિરા બેનર્જી હતા. કમિટીએ પોતાનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. આ રિપોર્ટ CJI સિવાય વરિષ્ઠ જજોને સોંપી દીધો છે.

આની પહેલાં જાતીય સતામણીના આરોપો લગાવનારી મહિલાએ આ મામલની સુનાવણી કરી રહેલાં જજોની સમિતિ ઉપર સવાલો ઉભા કર્યા હતા. મહિલાએ સમિતિ પર જાતીય સતામણીના અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, સમિતિ દ્વારા તેને વારંવાર પૂછવામાં આવ્યુ હતુકે, તેણે જાતીય સતામણીની ફરિયાદ મોડા કેમ કરી .  આની પહેલાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સામે જાતીય સતામણીના આરોપોની તપાસ કરી રહેલાં ત્રણ જજોની આંતરિક સમિતીથી જસ્ટિસ એનવી રમણે પોતાને અલગ કરી દીધા હતા. કારણકે આરોપો લગાવનારી મહિલાએ આ સમિતિમાં જસ્ટિસ એનવી રમણને શામેલ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો.

read also

Related posts

અરૂણ જેટલીની તબિયત અત્યંત નાજુક, દેવામાં આવી રહ્યો છે ECMO અને IAMP સપોર્ટ

Path Shah

કાશ્મિર પર પાકિસ્તાનની નવી રમત, હવે પહોંચ્યું ફેસબુક-ટ્વિટર પાસે

Kaushik Bavishi

નર્મદા ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા, નજારો જોવા લોકોની ભીડ ઉમટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!