GSTV
Home » News » સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ સામે યૌન શોષણનો મામલો: IB, CBI અને દિલ્હી પોલીસ વડાને કોર્ટનું તેડું

સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ સામે યૌન શોષણનો મામલો: IB, CBI અને દિલ્હી પોલીસ વડાને કોર્ટનું તેડું

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર લાગેલા યૌન શોષણના આરોપ મામલે વકીલ ઉત્સવ બૈંસના દાવા બાદ આઈબી ચીફ, દિલ્હી પોલીસ કમિશનર અને સીબીઆઈ ડાયરેક્ટરને બપોરે સાડા બાર વાગ્યે બોલાવ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી આવતીકાલ ગુરુવારે કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉત્સવ બૈંસના દાવા અને આંતરિક પૂછપરછમાં કોઈ સંબંધ નથી. કોર્ટે મામલાના મૂળ સુધી જવાની વાત કરી છે.

આ મામલાની સુનાવણી જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેચ કરી રહિ છે. જેમાં જસ્ટિસ આર.એફ.નરીમન અને દીપક મિશ્રા સહિતના ત્રણ સભ્યોની ખંડપીઠ સામેલ છે. જજોની ખંડપીઠનું કહેવું છે કે આ કોઈ તપાસ નથી. પરંતુ એ ઈચ્છીએ છીએ કે કોઈપણ પૂરાવાનો ખુલાસો કરવામાં આવે. વકીલ ઉત્સવ બૈંસે સીજેઆઈ રંજન ગોગોઈને યૌન ઉત્પીડન મામલામાં ફસાવવા માટે કાવતરું રચાયું હોવાના પોતાના દાવા પર કોર્ટમાં રિપોર્ટ જમા કરાવ્યો છે.

કોર્ટે સીલબંધ કવરમાં વકીલના તે રિપોર્ટને ગંભીરતાથી લીધો છે. જેમાં આરોપ લગવાયા છે કે કેટલાક એવા લોકો છે જે પોતાના હિસાબથી નિર્ણય કરાવે છે. સુપ્રીમ કોર્ટે વકીલ ઉત્સવ બૈંસને સુરક્ષા આપવા કહ્યું છે. ઉત્સવ બૈંસે જ દાવો કર્યો હતો કે સીજેઆઈને એક કાવતરામાં ફસાવાઈ રહ્યા છે. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા કાવતરા અંગે વિસ્તારથી જણાવ્યું છે.

READ ALSO

Related posts

airtelને 23 હજાર કરોડનું નુકશાન તેમ છતા બજારમાં મળ્યું બૂસ્ટ, આ છે કારણ

Kaushik Bavishi

સંકટમાં છે ધરતી! 130 દેશોનાં 11000 વૈજ્ઞાનિકોએ આપી આ ગંભીર ચેતવણી

pratik shah

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ: દિલ્હીમાં એર પ્યોરિફાઇંગ ટાવર લગાવા માટે લેઆઉટ તૈયાર કરે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!