GSTV

આજે સુપ્રીમ કોર્ટ ભીમા કોરેગાવ નક્સલ લિંક મામલે આપશે મહત્વનો ચૂકાદો

Supreme Court on the Ram temple issue

ભીમા કોરેગાવ નક્સલ લિંક મામલે સુપ્રીમ કોર્ટ આજે મહત્વનો ચૂકાદો આપશે. સુપ્રીમ કોર્ટે 20 સપ્ટેમ્બરના રોજ નક્સલ લિંક મામલે ચુકાદો અનામત રાખ્યો હતો.કોર્ટમા આ અરજી રોમિલા થાપર દ્વારા કરવામાં આવી હતી.  ગત્ત સુનાવણીમાં કોર્ટમાં એક્ટિવિસ્ટના વકીલ તરીકે હાજર થયેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ હતુ કે,  પોલીસ દ્વારા દેશ વિરોધી ષડ્યંત્રના પુરતા પુરાવા નથી. જોકે, કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારના વકીલ તમામ એક્ટિવિસ્ટો વિરૂદ્ધ પુરતા પુરાવા હોવાનો દાવો કર્યો હતો.

મહારાષ્ટ્ર સરકારના વકીલે કોર્ટમાં કહ્યુ હતુ કે, પોલીસે પુરતા પુરાવના આધારે તમામ લોકોની ધરપકડ કરી છે. સરકારે દાવો કર્યો છે કે, લેપટોપ, હાર્ડ ડિસ્ક  જેવા પુરાવા પોલીસ પાસે છે. જેનુ વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે, પોલીસે ગત્ત દિવસે હૈદરાબાદથી નક્સલ લિંક મામલે વરવર રાવ, દિલ્હીથી ગૌતમ નવલખા, હરિયાણાથી સુધા ભારદ્વાજ અને મહારાષ્ટ્રથી અરૂણ ફરેરા અને વેરનોન ગોન્જેલન્સની ધરપકડ કરી હતી.

 

Related posts

Zoom વીડિયો કૉલ વખતે હવે નહીં રહે બેકગ્રાઉન્ડની ચિંતા, આવી ગયું છે આ નવુ જોરદાર ફીચર

Bansari

રાફેલ પર ફરી રાજનીતિક બબાલ / CAG રિપોર્ટ પર કોંગ્રેસનો પલટવાર, ખુલી ગઈ ડીલની ક્રોનોલોજી

Mansi Patel

ભારતમાં યોજાનારો ફિફા વિમેન્સ અંડર-17 વર્લ્ડ કપ ફરીથી મુલતવી રહેવાનું જોખમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!