GSTV

સરકાર અને સીવીસીના આ નિર્ણયને સુપ્રીમે કર્યો રદ્દ જાણો વિગતે

Supreme Court on the Ram temple issue

Last Updated on January 9, 2019 by

સીબીઆઇમાં આંતરીક વિખવાદ મામલે કેન્દ્રની મોદી સરકાર અને સીવીસીને સુપ્રીમ કોર્ટમાં ફટકો લાગ્યો છે. કોર્ટે આલોક વર્માને સીબીઆઇના ડાયરેક્ટર પરથી હટાવવા અને રજા પર મોકલી દેવાના સરકાર અને સીવીસીના નિર્ણયને રદ કરી દીધો છે. જેને પગલે હવે આલોક વર્મા ફરી સીબીઆઇ ડાયરેક્ટરનું પદ સંભાળશે. જોકે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહ સુધી સીબીઆઇના કોઇ પણ પ્રકારના પોલીસી સંબંધી નિર્ણયો લેવાની છુટ આલોક વર્માને નથી આપી, તેથી તેઓ હાલ માત્ર સામાન્ય નિર્ણયો જ લઇ શકશે. અત્યાર સુધી નાગેશ્વર રાવને સીબીઆઇના વચગાળાના ડાયેક્ટર બનાવવામાં આવ્યા હતા, જોકે હવે તેમણે આ પદને આલોક વર્મા માટે ખાલી કરવું પડશે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, એસ.કે. કૌલ અને કે.એમ. જોસેફની બેંચે આ નિર્ણય લીધો હતો. સાથે આ મામલે અંતીમ નિર્ણય સર્વોચ્ચ કમીટીને સોપવામાં આવ્યો છે કે જે સીબીઆઇ ડાયરેક્ટરની પસંદગી કરે છે. હાલ આલોક વર્માની સામે રાકેશ અસ્થાનાએ જે આરોપો લગાવ્યા તેની તપાસ પણ સીવીસી કરી રહી છે. આ તપાસ પુરી ન થાય અને સીવીસી કોઇ નિર્ણય ન લે ત્યાં સુધી આલોક વર્મા સીબીઆઇના પોલીસી સંબંધી કોઇ નિર્ણયો નહીં લઇ શકે. બીજી તરફ રાકેશ અસ્થાનાએ પોતાની વિરુદ્ધની કાર્યવાહી મુદ્દે સુપ્રીમમાં કોઇ અરજી નથી કરી પણ દિલ્હી હાઇકોર્ટમાં એફઆઇઆર રદ કરવાની અરજી કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આલોક વર્માને રજા પર મોકલવાનો સરકારને કોઇ જ અધિકાર નથી, માત્ર પસંદગી કમીટી પાસે જ આ અધિકાર છે. આ મામલો હવે વડા પ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની ઉચ્ચસ્તરીય કમીટી પાસે મોકલવામાં આવ્યો છે. જેણે સપ્તાહમાં નિર્ણય લેવાનો રહેશે. વર્મા ૩૧મી જાન્યુઆરીએ નિવૃત થઇ રહ્યા છે તેથી હવે માત્ર આ મહિના પુરતા જ તેઓ આ પદ પર રહેશે.

રાકેશ અસ્થાનાને મોદીના ખાસ માનવામાં આવે છે. જ્યારે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે આલોક વર્મા રફાલ સોદાની તપાસ કરાવવા માગતા હતા તેથી જ તેમને સીબીઆઇ ડાયરેક્ટર પદેથી મોદી સરકારે હટાવી દીધા છે. જ્યારે આ બન્ને અધિકારીઓને રજા પર મોકલવામાં આવ્યા ત્યારે જે નવા ડાયરેક્ટર પદે નાગેશ્વર રાવની નિમણુંક કરવામાં આવી તેણે રાતોરાત ૧૪ જેટલા અધિકારીઓની ટ્રાન્સફર કરી નાખી હતી, આ અધિકારીઓમાં મોટા ભાગના આલોક વર્માના સમર્થક માનવામાં આવે છે. 

Related posts

PhonePe વાપરતા ગ્રાહકો માટે મોટો ઝટકો/ 50 રૂપિયાથી વધારેના મોબાઈલ રિચાર્જ પર ચુકવવો પડશે ચાર્જ, પ્રોસેસિંગના નામે લેવાશે ફી

Pravin Makwana

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

Health/ ભેળસેળ વાળી ચા પીવાથી ખરાબ થઇ શકે છે તમારું સ્વાસ્થ્ય, આ રીતે કરો ઓળખ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!