GSTV
Home » News » CBI Vs સરકારઃ SCમાં આલોક વર્માના વકીલની રજૂઆત, ટ્રાન્સફરમાં નિયમોનું ઉલ્લંઘન

CBI Vs સરકારઃ SCમાં આલોક વર્માના વકીલની રજૂઆત, ટ્રાન્સફરમાં નિયમોનું ઉલ્લંઘન

સીબીઆઈના ફોર્સ લીવ પર મોકલાયેલા નિદેશક આલોક વર્માને કોઈ રાહત મળી નથી. આ મામલે આગામી સુનાવણી પાંચમી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે સીબીઆઈ નિદેશકની નિયુક્તિ માટે કમિટી કેટલાક પસંદગીના લોકોને ચૂંટે છે અને સરાકરની સામે રજૂ કરે છે. બાદમાં સરકાર આમાના ચુનિંદા લોકોમાંથી સૌથી શ્રેષ્ઠ ઉમેદવારોને પસંદ કરે છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈમાં મચેલા ધમાસાણ વચ્ચે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈની ફોર્સ લીવ પર ઉતારવામાં આવેલા નિદેશક આલોક વર્માની અરજી પર સુનાવણી થઈ રહી છે. લંચ બાદ ફરીથી શરૂ થયેલી સુનાવણીમાં લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા મલ્લિકાર્જૂન ખડગે તરફથી વકીલ તરીકે કપિલ સિબ્બલ રજૂ થયા હતા. સિબ્બલે કહ્યુ છે કે સીવીસી અને સરકાર કાયદાની અવગણના અને મનસ્વીપણું કરી રહ્યા છે. સીબીઆઈ નિદેશકને રજા પર મોકલી શકે નહીં. જો કમિટીના અધિકાર સરકાર પર તરાપ મારવા લાગશે, તો આજે સીબીઆઈના નિદેશક સાથે થઈ રહ્યું છે. તેવું સીવીસી અને ચૂંટણી પંચમાં પણ થઈ શકે છે. સિબ્બલે કહ્યુ છે કે નિયુક્તિ અને હટાવવા અથવા સસ્પેન્ડ કરવાનો આદેશ માત્ર સિલેક્શન કમિટી જ કરી શકે છે. આ મામલો કમિટીની પેસા મોકલવાનો હતો. જો આવા નિર્ણયો અને પ્રક્રિયાને તેઓ મંજૂર કરશે, તો સીબીઆઈની સ્વાયતત્તાનો શું મતલબ રહેશે? સુપ્રીમ કોર્ટે સીબીઆઈના વચગાળાના નિદેશક પાસેથી ટ્રાન્સફરના મામલાઓનું લિસ્ટ માંગ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં નરીમને સીવીસીના આદેશને વાંચતા કહ્યુ છે કે સીબીઆઈ અધિકારી પાસેથી તમામ શક્તિઓ લઈને તેમની ટ્રાન્સફર કરવામાં આવી. આ નિયમથી વિરુદ્ધ છે. જો સરકારને કંઈપણ અયોગ્ય લાગે છે. તો તેને પહેલા સમિતિમાં જવું જોઈતું હતું. તેમનો સંપર્ક કરવો જોઈતો હતો. નરીમનની દલીલ પર ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે જો સીબીઆઈ ડાયરેક્ટરને લાંચ લેતા રંગે હાથ પકડી લેવામાં આવે. તો શું કાર્યવાહી કરવી જોઈએ? તેના સંદર્ભે નરીમને ક્હ્યુ હતુ કે તેમણે તાત્કાલિક કમિટીમાં જવું જોઈએ.

મનીષ સિંહાની અરજી પર નરીમને સવાલ કર્યો છે કે એક મામલો કોર્ટમાં દાખલ થયો છે અને સુનાવણી માટે નહીં આવ્યા હોય તો શું તેના પ્રકાશિત થવા પર કાર્યવાહી થઈ શકે છે? તેના સંદર્ભે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સુનાવણી માટે આવતા પહેલા દાખલ કરવામાં આવેલી અરજી પ્રકાશિત કરી શકાય છે. તેના ઉપર કોઈ પ્રતિબંધ નથી. સુપ્રીમ કોર્ટનો જ નિર્ણય છે કે તેને પ્રકાશિત કરી શકાય છે. ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારી આલોક વર્માને ફોર્સ લીવ પર મોકલવાના સરકારના નિર્ણયને પડકાર્યો છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની ખંડપીઠ આલોક વર્મા દ્વારા સીલબંધ કવરમાં દાખલ કરવામાં આવેલા જવાબ પર પણ વિચારણા કરે તેવી શક્યતા છે. સીવીસીએ વર્મા વિરુદ્ધ પ્રારંભિક તપાસ કરીને પોતાનો અહેવાલ આપ્યો હતો અને વર્માએ આનો જવાબ આપ્યો છે. ખંડપીટે આલોક વર્મા દ્વારા સીલબંધ કવરમાં સોંપવામાં આવેલા જવાબ પર વીસમી નવેમ્બરે વિચારણા કરવાની હતી. પરંતુ તેમની વિરુદ્ધ સીવીસીના નિષ્કર્ષમાં કથિતપણે મીડિયામાંથી લીક થવાના અને તપાસ એજન્સીના ડીઆઈજી મનીષ સિંહા દ્વારા અલગ અરજીમાં લગાવવામાં આવેલા આરોપ મીડિયામાં પ્રકાશિત થવા મામલે કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરીને સુનાવણી સ્થગિત કરી હતી.

ખંડપીઠ દ્વારા તપાસ એજન્સીના કાર્યવાહક નિદેશક એમ. નાગેશ્વર રાવના અહેવાલ પર પણ વિચારણા કરે તેવી સંભાવના છે. નાગેશ્વર રાવે 23 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા નિર્ણયો સંદર્ભે સીલબંધ કવરમાં રિપોર્ટ દાખલ કર્યો છે. આ સિવાય તાપસ એજન્સીના અધિકારીઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં સ્વતંત્ર તપાસના અનુરોધવાળી જાહેરહિતની અરજી પર પણ ખંડપીઠ દ્વારા સુનાવણીની શક્યતા હતી. બિનસરકારી સંગઠન કોમનકોઝે આ અરજી દાખલ કરી છે. કોર્ટે 20મી નવેમ્બરે સ્પષ્ટપણ કહ્યું હતું કે તેઓ કોઈપણ પક્ષકારોને સાંભળશે નહીં અને તેઓ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સુધી જ મર્યાદીત રહેશે.

સીવીસીના નિષ્કર્ષો પર આલોક વર્માના ગુપ્ત જવાબના કથિતપણે લીક થવા મામલે નારાજ સુપ્રીમ કોર્ટે ક્હયુ હતુ કે તેમણે તપાસ એજન્સીની ગરિમા જાળવી રાખવા માટે એજન્સીના નિદેશકના જવાબને ગુપ્ત રાખવો જોઈતો હતો. સીબીઆઈના ડીઆઈજી મનીષ સિંહાએ 19 નવેમ્બરે પોતાની અરજીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી, સીવીસી કે. વી. ચૌધરી પર સીબીઆઈના વિશેષ નિદેશક રાકેશ અસ્થાના વિરુદ્ધ તપાસમાં હસ્તક્ષેપ કરવાની કોશિશનો આરોપ લગાવ્યો હતો.

બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને સંયુક્ત નિદેશક એ. કે. શર્માને એજન્સીના વિશેષ નિદેશક રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર સંબંધિત મામલાની ફાઈલને સીવીસીના કાર્યાલયમાં નિરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વર્માના વકીલે કહ્યુ હતુ કે અસ્થાનાની અરજીમાં તેમની વિરુદ્ધ બદઈરાદાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે સીબીઆઈના ટોચના અધિકારી અસ્થાના વિરુદ્ધ કાર્યવાહી સંદર્ભે યથાસ્થિતિ રાખવાનો નિર્દેશ આપતા આદેશની સમયમર્યાદા સાતમી ડિસેમ્બર સુધીવધારી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે હવલા અને મની લોન્ડ્રિંગના મામલામાં મીટ કારોબારી મોઈન કુરૈશીને ક્લિનચિટ આપવામાં કથિતપણે લાંચ લેવાના આરોપમાં સીબીઆઈએ પોતાના જ વિશેષ નિદેશક રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર કરી હતી. અસ્થાના પર આરોપ છે કે તેમણે મોઈન કુરૈશી મામલામાં હૈદરાબાદના એક વેપારી પાસેથી બે વચેટિયાઓના માધ્યમથી પાંચ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. અસ્થાનાએ સીબીઆઈના નિદેશક આલોક વર્મા વપર આ મામલાના આરોપીને બચાવવા માટે બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.

બંને અધિકારીઓ વચ્ચે ધમાસાણ જાહેર થઈ ગયા બાદ કેન્દ્ર સરકારે સીવીસીની ભલામણના આધારે આલોક વર્મા અને અસ્થાનાને તપાસ પૂર્ણ થવા સુધીમાં ફોર્સ લીવ પર મોકલ્યા હતા. તેની સાથે જ અસ્થાના વિરુદ્ધ તપાસ કરી રહેલા 13 સીબીઆઈ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 26 ઓક્ટોબરે સીવીસીને તાકીદ કરી હતી કે તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સેવાનિવૃત્ત ન્યાયાધીશના નિરીક્ષણ હેઠળ આલોક વર્મા વિરુદ્ધ લગાવાયેલા આરોપોની તપાસને બે સપ્તાહમાં પૂર્ણ કરે.

Read Also 

Related posts

યુપીમાં EVMની સુરક્ષા પર વિપક્ષનો હોબાળો, ચૂંટણી પંચે આરોપોને ગણાવ્યાં નિરાધાર

Bansari

વિવેકે ઐશ્વર્યા માટે કરેલી મજાક તેને જ પડી રહી છે ભારે, હવે ફેન્સ આવી રીતે ઉડાવી રહ્યા છે મજાક

Mansi Patel

મીડિયાની ટીકાથી કંટાળેલા એચડી કુમારસ્વામી નિયંત્રણ માટે લાવશે કાયદો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!