GSTV
Home » News » રામમંદિર મામલે આ 5 જજોની કરાઈ નિમણુંક, આ તારીખથી થશે સુનાવણી

રામમંદિર મામલે આ 5 જજોની કરાઈ નિમણુંક, આ તારીખથી થશે સુનાવણી

અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે મોદી સરકાર પર હિન્દુ સંગઠનોનું દબાણ થઈ રહ્યું છે ત્યારે રામ જન્મભૂમિ-બાબરી મિસ્જદ ટાઈટલ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણી શરુ થશે.  રામ મંદિર પર સુનાવણી માટે 5 જજોની બેચની નિમણૂક કરવામાં આવી છે. આ બંધારણીય બેન્ચમાં જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોડે, એનવી રમન્ના, યૂયૂ લલિત અને ડીવાઈ ચન્દ્ર ચુંડ છે. 10 જાન્યુઆરીએ તેની સુનાવણી શરૂ થશે. પાછલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, ત્રણ જજોની બેચ તેની સુનાવણી કરશે. પરંતુ હવે આ બેચમાં પાંચ જ્જ હશે.

રામ મંદિર પર સુનાવણી માટે 5 જજોની બેચની નિમણૂક કરવામાં આવી છે. આ બંધારણીય બેન્ચમાં જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોડે, એનવી રમન્ના, યૂયૂ લલિત અને ડીવાઈ ચન્દ્ર ચુંડ છે. 10 જાન્યુઆરીએ તેની સુનાવણી શરૂ થશે. પાછલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, ત્રણ જજોની બેચ તેની સુનાવણી કરશે. પરંતુ હવે આ બેચમાં પાંચ જ્જ હશે.

આ પહેલા 4 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અયોધ્યા જમીન વિવાદ મામલે 2010ના અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓની સુનવણી નવી બેચ કરશે. અલ્હાબાદ કોર્ટના નિર્ણય વિરુદ્ધ 14 અરજીઓ દાખલ થઇ છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યું, આ રામજન્મ ભૂમિનો મામલો છે. જેના પર આગળ આદેશ યોગ્ય બેચ કરશે. તેમણે વકિલોને 10 જાન્યુઆરીએ આવવા કહ્યું હતુ.

ઈલાહાબાદ હાઈકોર્ટે 2.67 એકર જમીનને ત્રણ ભાગમાં વેચી દીધી

ઈલાહાબાદ હાઈકોર્ટે 2.67 એકર જમીનને ત્રણ ભાગમાં વેચી દીધી હતી. જેમાં એક ભાગ રામ લલા વિરાજમાન, બીજો ભાગ નિર્મોહી અખાડા અને ત્રીજો સુન્ની વક્ફ બોર્ડ ને આપવામા આવ્યો હતો. ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ મામલે 533 એક્ઝિબીટ, 87 પુરાવા જેમનું નિવેદન 14000 પાનામાં છે અને હજારો દસ્તાવેજ છે જે સંસ્કૃત, ઉર્દૂ, અરબી, ફારસી, હિન્દી, અને અંગ્રેજીમાં છે. તે બધાને વાંચવામાં ઘણો સમય લાગી શકે છે.

અત્યાર સુધી મંદિરનું નિર્માણ થઈ શક્યું નથી

અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસને 26 વર્ષ પૂરા થઈ ગયા છે. 6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદીત ઢાંચાને પાડી દેવાયો હતો, જો કે વિવાદાસ્પદ સ્થળ પર અત્યાર સુધી મંદિરનું નિર્માણ થઈ શક્યું નથી અને કેટલાક સંગઠનો હાલ પણ રામમંદિરના નિર્માણની માંગ કરી રહ્યા છે.

Related posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!