GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

BS-4 વાહનોના રજિસ્ટ્રેશન પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, તમે આ મહિના પછી કરી ખરીદી તો ભરાયા

BS-4 (BSIB) વાહનોના રજિસ્ટ્રેશનને લઈને સુપ્રીમ કોર્ટએ આદેશ આપતા તેના રજિસ્ટ્રેશન પર રોક લગાવી દીધી છે. આ પહેલા સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 31 માર્ચ બાદ વાહન પોર્ટલ પર BS-4 વાહનોને અપલોડ કરવા સંબંધિત જાણકારી આપવા માટે કેન્દ્ર સરકારને વધુ સમય આપ્યો છે. જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની આ પીઠે વાહનોના વેંચાણની મંજરી આપવા સંબંધિત અરજી પર સખ્ત રૂખ અપનાવતા કહ્યુ કે, અમે આવા વાહનો પાછા લેવા શા માટે આદેશ આપવો જોઈએ? જો કંપનીઓને તેની અંતિમ તારીખ વિશે જાણ હોત, તો તેમણે તેને પાછો લેવો જોઈએ. બેંચે સરકારને એફિડેવિટ ફાઇલ કરવા માટે વધુ સમય આપ્યો.

સુપ્રીમ કોર્ટે આજે આપ્યો આ આદેશ

નવા આદેશ હેઠળ BS-4 વાહનોની નોંધણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ પરિવહન અધિકારીઓને સુચના આપી છે કે, આગળના આદેશ સુધી BS-4 વાહનોની નોંધણી ન કરવામાં આવે.

શું છે મામલો

સુપ્રીમ કોર્ટે BS-4 વાહનોના વેચાણ અને નોંધણી માટે 31 માર્ચ 2020 ની સમયમર્યાદા નક્કી કરી હતી. તે દરમિયાન 22 માર્ચે જનતા કર્ફ્યુ હતુ, જ્યારે 25 માર્ચે દેશવ્યાપી લોકડાઉન અમલમાં આવ્યું. અહીં ડીલરો પાસે મોટી સંખ્યામાં BS-4 ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો વેચવા માટે બાકી હતા. તેથી BS-4 વાહનોના વેચાણ અને નોંધણી માટેની અંતિમ તારીખ વધારવાની માંગ સાથે ડીલરો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે ડીલરોને 10 ટકા BS-4 વાહનો વેચવાની મંજૂરી આપી હતી.

અમુક ભાગોમાં BS-4 વાહનો વેચવામાં આવશે

તમને જણાવી દઈએ કે, 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટે BS-4 વાહનોના વેચાણ માટે 27 માર્ચે આપેલા આદેશને પાછો ખેંચી લીધો હતો. સુપ્રીમ કોર્ટે 27 માર્ચના પોતાના આદેશમાં કહ્યું છે કે, કોરોના વાયરસને કારણે લાગુ લોકડાઉન સમાપ્ત થયાના 10 દિવસ પછી દિલ્હી-એનસીઆર સિવાય દેશના અમુક ભાગોમાં BS-4 વાહનો વેચવામાં આવશે, પરંતુ વેચાણ બાકીના સ્ટોકના માત્ર 10 ટકા સુધી મર્યાદિત હોવું જોઈએ.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં માસ્ક અને ગ્લવ્ઝને કચરામાં કેવી રીતે ફેંકીએ ? આ છે કેન્દ્રીય પ્રદુષણ બોર્ડની ગાઈડલાઈન

Ankita Trada

10 ઓગષ્ટ સુધીમાં બજારમાં આવી જશે કોરોનાની વેક્સિન, આ દેશે કર્યો સફળતાનો દાવો

Karan

ખુશખબર : દુનિયાની પહેલી કોરોના વાયરસની રસી 12 ઓગષ્ટ સુધીમાં આવશે બજારમાં, રશિયાએ મેળવી સફળતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!