GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

હટી શકે છે ટિક-ટોક પર લગાવેલો પ્રતિબંધ, મદ્રાસ હાઈકોર્ટને 24 એપ્રિલ સુધી નિર્ણય લેવા કહ્યુ

સુપ્રિમ કોર્ટે સોમવારે મદ્રાસ હાઈકોર્ટના ટિક ટોક એપ પર લગાવવામાં આવેલાં પ્રતિબંધ હટાવવા માટેની અરજી પર 24 એપ્રિલ સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યુ હતુકે, જો મદ્રાસ હાઈકોર્ટે 24 એપ્રિલ સુધી પોતાની અરજી પર નિર્ણય નહી કરી શકે, તો ટિક ટોક એપ પર તેના દ્વારા લગાવેલાં પ્રતિબંધના આદેશને નિરસ્ત માનવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે, મદ્રાસ હાઈકોર્ટનાં નિર્ણય બાદ ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયને કથિત રીતે ગૂગલ અને એપલના એપ સ્ટોર્સમાંથી ચીની વીડિયો શેરિંગ એપ્લિકેશન ટિકટોકને હટાવી લેવા માટે કહેવામાં આવ્યુ હતુ. મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ બેંચે ત્રણ એપ્રિલે કેન્દ્રને નિર્દેશ કર્યો હતોકે, મોબાઈલ એપ્લિકેશન ટિક ટોક પર પ્રતિબંધ લગાવવામાં આવે.

મદ્રાસ હાઈકોર્ટે એપ્લિકેશન દ્વારા અશ્લીલ અને અનુચિત સામગ્રી ઉપલબ્ધ કરાવવા પર ચિંતા વ્યક્ત કરી હતી. ટિકટોકે આ આદેશને ભેદભાવપૂર્ણ જણાવ્યો હતો. ટિક ટોકે કહ્યુ હતુકે, તેને અશ્લીલ અને અનુચિત સામગ્રી માટે જવાબદાર ન ગણાવવી જોઈએ. ચાઈનીઝ વીડિયો એપ્લિકેશન ટિક ટોક પર પ્રતિબંધ લગાવવાને લઈને મદ્રાસ હાઈ કોર્ટના નિર્ણય પર સુપ્રિમ કોર્ટે રોક લગાવવા પર ઈનકાર કર્યો હતો.

Related posts

શહેરોમાં વધતા આત્મહત્યાના બનાવો, વડોદરામાં બે અલગ અલગ કિસ્સામાં થયાં મોત

Pravin Makwana

કોરોના: દેશમાં 2,34,163 કોવિડ-19 દર્દી, ઇટલીને પાછળ છોડી છઠ્ઠા સ્થાને પહોંચ્યુ ભારત

Bansari

લોકડાઉનમાં પણ મુકેશ અંબાણી પણ ધનવર્ષા: Jioમાં છઠ્ઠુ સૌથી મોટુ રોકાણ, અબૂધાબીની આ કંપની કરશે ડીલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!