GSTV
Gujarat Government Advertisement

કોરોના રાષ્ટ્રીય કટોકટી: ઓક્સિજનની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની કાઢી ઝાટકણી, મોદી સરકારને આપ્યો આ આદેશ

કોરોના

Last Updated on April 23, 2021 by Bansari

સુપ્રીમ કોર્ટે ઓક્સિજનની અછત મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. કેન્દ્ર સરકારને ઓક્સિનની અછત બાબતે અને આગામી આયોજન બાબતે જવાબ આપવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીના બીજા વેવને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી અને તાકીદના પગલાં ભરવા પર ભાર મૂક્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં વેદાંતા ગુ્રપે અરજી કરી હતી. વેદાંતા ગુ્રપે તમિલનાડુમાં આવેલા સ્ટરલાઈટ કોપર પ્લાન્ટને ખોલવાની મંજૂરી માગી હતી. એ પ્લાન્ટમાં ઓક્સિજનનું ઉત્પાદન કરીને દેશના આરોગ્ય ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી ઓક્સિજનની અછતને દૂર કરવા મદદરૃપ થવાનું અરજીમાં કહેવાયું હતું. તમિલનાડુ સરકારના વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો અને પ્લાન્ટ ખોલવા ન દેવાની દલીલો કરી હતી.

ઓક્સિજન

ઓક્સિજનની અછત મુદ્દે જવાબ આપવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ

એ અરજીના સંદર્ભમાં થયેલી સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કોરોનાને રાષ્ટ્રીય કટોકટી ગણાવીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ બાબતે જવાબ આપવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે ઓક્સિજનની અછત અને દવાની અછત બાબતે પૂછ્યું હતું કે આગળની શું યોજના બનાવાઈ રહી છે? શું કેન્દ્ર સરકાર ટૂંકાગાળામાં અછત દૂર કરી શકે તેમ છે? વેક્સિનેશન મુદ્દે સરકાર કેવી રીતે આયોજન કરી રહી છે? મુખ્ય ન્યાયધીશ એસ. એ. બોબડેએ કહ્યું હતું કે અમે આ મુદ્દે રાષ્ટ્રીય યોજના શું છે તે જાણવા માગીએ છીએ. રેમડિસિવિર- ઓક્સિજનની અછત બાબતે દેશની છ હાઈકોર્ટમાં અરજી થઈ છે. તે પછી સુપ્રીમે સુઓ મોટો અંતર્ગત પણ સરકારને જવાબ પાઠવવાનો આદેશ આપ્યો હતો.

ઓક્સિજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્સિજનની અછત મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા કરી

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્સિજનની અછત મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક સંબોધી હતી. વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાન મોદીએ ઓક્સિજનની સપ્લાય બાબતે રાજ્યોની સ્થિતિ જાણી હતી. ઉત્પાદન વધારવાની તાકીદ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓક્સિજનની સપ્લાયને સરળ બનાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરીને ઓક્સિજનની સપ્લાય અટકાવનારા સામે આ એક્ટ અંતર્ગત પગલાં ભરવાનું નોટિફિકેશન જારી કર્યું હતું. રાજ્યો ઓક્સિજનનો જથ્થો અટકાવે છે અને પાડોશી રાજ્યો સુધી જથ્થો પહોંચતો ન હોવાથી ફરિયાદ ઉઠી તે પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો હતો. રાજ્યો વચ્ચે ઓક્સિજનનો જથ્થો બીજા રાજ્યમાં જતો ન અટકાવે તેવી તાકીદ પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી હતી.દરમિયાન કર્ણાટકે પણ કેન્દ્ર સરકાર પાસે ૧૫૦૦ મેટ્રિક ટન ઓક્સિજન અને રેમડેસિવિરનો જથ્થો માગ્યો છે.

સુપ્રીમના ચાર સવાલ

  • ઓક્સિજન અછત દૂર કરીને પૂરવઠો સરળ બનાવવા બાબતે શું આયોજન છે?
  • દવાઓની અછત દૂર કરવા અને પૂરવઠો પૂરો પાડવા કેવું આયોજન હાથ ધરાયું છે?
  • વેક્સિન આપવાની પદ્ધતિ અને પ્રક્રિયા કેવી છે? આગળનું આયોજન કેવી રીતે થશે?
  • લોકડાઉન બાબતે કેવી નીતિ અપનાવવામાં આવી રહી છે?

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!