ચૂંટણી પંચે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવેલ સાંસદો અને ધારાસભ્યોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા માટે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. આયોગે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે, આ મામલે માત્ર કેન્દ્ર સરકાર જ નિર્ણય લઈ શકે છે. આ તેમની જ સતા છે. કમિશને નોંધ્યું હતું કે, આ કેસમાં આવરેલ મુદ્દો બંધારણના અનુચ્છેદ 191ના અર્થઘટનને લગતા છે. તેને અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી પંચના આદેશ અને ચૂંટણીના સંચાલન સાથે કોઈ લેવાદેવા નથી.

પક્ષપલટા વિરોધી ધારાસભ્યોને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની કરી માંગ
ચૂંટણી પંચે કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 324 હેઠળ, ચૂંટણી પંચ એક એવી સંસ્થા છે જે સંસદ, રાજ્ય વિધાનસભાઓ અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયોની ચૂંટણીઓનું સંચાલન અને નિયંત્રણ કરે છે. મધ્યપ્રદેશના કોંગ્રેસ નેતા જયા ઠાકુરે ભારતના બંધારણના અનુચ્છેદ 191 અને દસમી અનુસૂચિનું ઉલ્લંઘન કરવા બદલ ધારાસભ્યો અને સાંસદોને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
પક્ષપલટા વિરુધ સમયાંતરે વિવિધ રાજકીય પક્ષો તરફથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ
પક્ષપલટા નેતાઓને લઈને સમયાંતરે વિવિધ રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવી છે. થોડા વર્ષો પહેલા રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આવા નેતાઓ વિશે મોટી ટિપ્પણી કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે પક્ષ બદલવો એ સંસદીય લોકશાહી માટે સારું નથી, આ વલણ બંધ થવું જોઈએ. બંધારણની 10મી અનુસૂચિ હેઠળ વિધાનસભા અધ્યક્ષની ભૂમિકા પર ચર્ચા કરવા માટે આયોજિત એક વર્કશોપમાં ગેહલોતે કહ્યું હતું કે, જો કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પક્ષ બદલે છે તો તેની સદસ્યતા સમાપ્ત કરી દેવી જોઈએ. 1985માં જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, ત્યારે 52માં સંશોધન દ્વારા પક્ષપલટા વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો અને તેને બંધારણની 10મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી હતી.
- માતા-પિતાની આ ભૂલોને કારણે જીદી બની શકે છે બાળક, આજે જ તેને સુધારો
- યુએઈ/ આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા
- Randeep Hooda-Lin Laishram/ કન્યાએ પોલોઈ પહેરી તો વરે પહેર્યા કુર્તો અને ધોતી, ટ્રેડિશનલ વેરમાં લાગ્યા સુંદર
- ચાઉમીન ના ખવડાવતા બે ભાઇઓની હત્યા, યુપી પોલીસે 5 કલાકની અંદર 6 ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર