સુપ્રીમ કોર્ટે આધાર લિંક કરવાની સમય મર્યાદામાં કર્યો વધારો, જાણો-નવી તારીખ

સરકારી કામોમાં અનિવાર્ય બની રહેલા આધારકાર્ડને બેન્ક સાથે લિંક કરવાના મામલે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને બેન્ક ખાતામાં લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આધાર કાર્ડને બેન્ક સાથે લિંક કરવાની સમય મર્યાદામાં 31 માર્ચ 2018 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે બધી યોજનાઓ માટે ડેડલાઇન વધારી દીધી છે. બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ સુધી વધારવામાં આવી છે. પરંતુ નવી બેંક ખાતાઓ માટે આધાર આપવું પડશે અને આધાર ના હોય તો એનરોલમેન્ટ આપવું પડશે. સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. આધાર લિંક કરવા પર 17 જાન્યુઆરીએ સુનાવણી કરાશે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ કે સીકરી, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણના સંવિધાન પીઠે અટોર્ની જનરલ કે કે વેણુગોપાલ અને અરજીકર્તાની તરફથી નિર્ણય અનામત રાખ્યો.

સુનાવણી દરમિયાન એટોર્ની જનરલે કોર્ટમાં જણાવ્યું કે બેંક ખાતા સહિત તમામ યોજનાઓ માટે સરકારે અંતિમ તારીખ 31 માર્ચ રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ નવા બેંક ખાતા માટે આધાર જરૂરી છે. મોબાઇલ નબંરથી આધારને લીંક કરવાની અંતિમ તારીખ જે 6 ફેબ્રુઆરી 2018 છે તેને કોર્ટે આદેશ આપી વધારી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter