GSTV
Home » News » સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35એ અંગે આજથી 28માં સુનાવણી થવાની શક્યતા

સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35એ અંગે આજથી 28માં સુનાવણી થવાની શક્યતા

સુપ્રીમ કોર્ટ કલમ ૩૫એની બંધારણ કાયદેસતા નક્કી કરવા અંગે કરાયેલી અરજીઓની સુનાવણી ચાલુ સપ્તાહમાં જ કરશે. આ સુનાવણી ૨૬થી ૨૮ ફેબુ્રઆરી દરમિયાન થવાની શક્યતા છે. 

આ કલમને કારણે જમ્મુ-કાશ્મીરમાં ત્યાંના મૂળ નિવાસીઓ સિવાય અન્ય કોઇ પણ રાજ્યનો નાગરિક ત્યાં મિલકત ખરીદી શકતો નથી અને ત્યાંનો નાગરિક પણ બની શકતો નથી. આજે સરકાર કે અરજદારો તરફથી આ અરજીની તાત્કાલિક સુનાવણીની માગ કરવામાં ન આવતાા આ કેસની આજે સુનાવણી શક્ય બની ન હતી. 

આ સંવેદનશીલ મુદ્દાની સુનાવણીને પગલે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કલમ ૩૫એની જોગવાઇ મુજબ જમ્મુ-કાશ્મીરની કોઇ યુવતી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે છે તો તે જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિના અધિકારથી વંચિત કરી દેવામાં આવશે.

Related posts

300 કિ.મી. દૂર બેઠેલા દુશ્મનોનો થશે વિનાશ , બે પૃથ્વી મિસાઈલોનું સફળ પરિક્ષણ

pratik shah

સબરીમાલા બાબતે સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને 4 અઠવાડિયામાં કાયદો બનાવવા કહ્યું

Kaushik Bavishi

બોલિવૂડની દિગ્ગજ ડિરેક્ટર કંપની યશરાજ ફિલ્મ્સ સામે થઈ ફરિયાદ, 100 કરોડ પચાવી લેવાનો આક્ષેપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!