GSTV
Gujarat Government Advertisement

સજા ભોગવી રહેલા રેપના આરોપીને સુપ્રીમે છોડી દીધો, આ છે મોટુ કારણ

Last Updated on September 30, 2020 by pratik shah

કોઇ સ્ત્રી છરીની અણીએ બળાત્કારનો શિકાર બને ત્યારબાદ બળાત્કાર કરનારને ચાર ચાર વર્ષ સુધી પ્રેમ પત્ર ન લખે કે એની સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહે નહીં એવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટે રેપના એક આરોપીને મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો. વીસ વર્ષ પહેલાં ઝારખંડ ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટે આ કેસમાં સંબંધિત પુરુષને આરોપી ઠરાવ્યો હતો અને એને સજા જાહેર કરી હતી.

રેપ થયો ત્યારે એ 21 વર્ષની હતી

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આરએફ નરીમાન, જસ્ટિસ નવીન સિંહા અને જસ્ટિસ ઇંદિરા બેનરજીની બનેલી બેન્ચે સૌથી પહેલાં મહિલાએ પોતાની જણાવેલી ઉંમરનો મુદ્દો લીધો હતો. મહિલાએ 1995માં પોતાને તેર વર્ષની કિશોરી ગણાવી હતી જ્યારે 1999માં પોલીસમાં નોંધાવેલી FRIમાં એ 25 વર્ષની જણાઇ હતી. એટલે કે મહિલાએ પોલીસ ફરિયાદમાં પોતાની ઉંમર ખોટી લખાવી હતી. એટલે કે કહેવાતો રેપ થયો ત્યારે એ 21 વર્ષની હતી.

હકીકત પણ ગંભીર શંકા પેદા કરે છે

એ જ રીતે સુપ્રીમ કોર્ટે એ વાતની નોંધ પણ લીધી હતી કે આ મહિલાએ કહ્યુ હતું કે આરોપીએ મારી સાથે લગ્નનો વાયદો કર્યો હતો એટલે અમે પતિ પત્નીની જેમ એકમેકની સાથે રહેતાં હતાં. લગ્ન કરવાના માત્ર સાત દિવસ પહેલાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી એ હકીકત પણ ગંભીર શંકા પેદા કરે છે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે સ્ત્રી અને પુરુષ બંને જુદા જુદા ધર્મના હતા એટલે બંનેનાં લગ્નમાં વિઘ્ન આવ્યું હતું. બંને એક ગામના રહેવાસી હતાં અને બંને વચ્ચે પ્રેમ હતો એ પ્રેમપત્રો દ્વારા સમજાઇ જાય છે એટલે આ કિસ્સો છરીની અણીએ રેપનો રહેતો નથી એમ જણાવીને સુપ્રીમ કોર્ટે કહેવાતા આરોપીને મુક્ત કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!