GSTV

‘યુદ્ધ સમયે સૈનિકોને અસંતુષ્ટ ના રાખી શકાય’ કોરોના ડોક્ટર્સની ફરિયાદ પર સરકારના વલણથી નારાજ સુપ્રીમ

કોરોના

Last Updated on June 13, 2020 by Bansari

કોરોના સામેના યુદ્ધમાં ડૉક્ટરોને પગાર નહીં ચૂકવાતા અને તેમના રહેવાની યોગ્ય વ્યવસ્થાના અભાવ સંદર્ભે નારાજ થતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, યુદ્ધ સમયે તમે સૈનિકોને નાખુશ કરી શકો નહીં. તમે થોડા વધુ પ્રયાસો કરો અને ડૉસ્ટરોની ફરિયાદો દૂર કરો. સ્વાસ્થ્ય કાર્યકરોને પગાર નહીં ચૂકવવાના મુદ્દા પર અદાલતોને સામેલ કરવી જોઈએ નહીં અને સરકારે પોતે જ આવા મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ તેમ પણ કોર્ટે કહ્યું હતું.

કોરોના સામે ફ્રન્ટલાઈન પર લડત લડતા સ્વાસ્થ્ય કાર્યકરોને પગાર નથી ચૂકવાયા આૃથવા તેમના પગાર કાપી લેવાયા છે કે પગારની ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે તેવી એક ડૉક્ટરની જાહેર હિતની અરજીની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, યુદ્ધ સમયે સૈનિકોને નાખુશ કરી શકાય નહીં. ડૉક્ટરે અરજીમાં ડૉક્ટરો માટે 14 દિવસનું ફરજિયાત ક્વૉરન્ટાઈન ખતમ કરવા અંગે કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા સામે પણ સવાલ ઉઠાવ્યો હતો.

કોરોના સૈનિકોનો અસંતોષ દેશને નહી પરવડે

ન્યાયાધીશો અશોક ભૂષણ, એસ. કે. કૌલ અને એમ. આર. શાહની બેન્ચે જણાવ્યું હતું કે, તમારે થોડાક વધુ પ્રયાસો કરવા જોઈએ અને સ્વાસ્થ્ય કર્મચારીઓની ફરિયાદો દૂર કરવી જોઈએ. આ યુદ્ધમાં કોરોના સામે લડતાં ‘સૈનિકો’નો અસંતોષ દેશને પરવડી શકે નહીં. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કોઈ વધુ સારા સૂચનો કરે તો એમ તેનો પણ સમાવેશ કરવા તૈયાર છીએ.

બેન્ચે કહ્યું કે અનેક ક્ષેત્રોમાંથી એવા અહેવાલો આવી રહ્યા છે કે ડૉક્ટરોને પગાર ચૂકવાયા નથી. ડૉક્ટરો હડતાળ પર ગયા હોય તેવા અહેવાલો અમે જોયા છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ મહિનાથી અનેક ડૉક્ટરોને પગાર ચૂકવાયા નથી. આ સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. તેના માટે કોર્ટે દરમિયાનગીરી કરવાની જરૂર નથી.

વ્યવસ્થાના અભાવે સ્વાસ્થ્ય કર્મીઓ પર કોરોનાનું જોખમ

અરજદાર વતી હાજર થતાં વરિષ્ઠ વકિલ કે. વી. વિશ્વનાથને જણાવ્યું હતું કે કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટરોને હોસ્પિટલોની નજીક રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં ન આવે તો તેમના પરિવાર-મિત્રો પર ચેપનું જોખમ રહે છે.

તેમણે ઉમેર્યું હતું કે કોરોનાના દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પર યોગ્ય પીપીઈ કિટના અભાવે અને યોગ્ય નિવાસ વિના કોરોનાના ચેપનું જોખમ રહેલું છે. મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તેના સોગંદનામામાં ડૉક્ટરોના નિવાસ અંગે સૂચન કર્યું છે. અન્ય કોઈ સૂચન હોય તો તેના તરફ પણ કેન્દ્ર સરકાર નજર કરી શકે છે.

વિશ્વનાથને જણાવ્યું કે ડૉક્ટરો કેન્દ્રના આદેશ હેઠળ કામ કરતાં હોય તો તેમના પગાર કાપી શકાય નહીં. ખાનગી હોસ્પિટલો પણ ડૉક્ટરોના પગાર કાપી શકે નહીં. બેન્ચે જણાવ્યું હતું કે સરકાર આ બાબતની સંભાળ લેશે. આ સાથે બેન્ચે આ કેસની વધુ સુનાવણી 17મી જૂન પર મુલતવી રાખી છે.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!