GSTV

મોટા સમાચાર / ફેરીયાઓ, વેપારીઓ 15મી ઓગસ્ટ સુધી લઇ શકશે કોરોના રસી, ટાર્ગેટ પૂર્ણ ન થતા રાજ્ય સરકારે વધારી સમય મર્યાદા

Last Updated on July 31, 2021 by Zainul Ansari

રાજ્યમાં કોરોનાના વળતા પાણી વચ્ચે પણ સરકાર કોઈ રિસ્ક લેવા માગતી નથી. રાજ્યમાં દરરોજ 25થી 30 કેસની વચ્ચે સરકારે સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા વેપારીઓ, ફેરિયા, હોટેલ કર્મચારીઓ અને નોકરિયાત વર્ગને 31 જુલાઈ સુધી રસી ફરજિયાત કરી હતી. સરકારને ડર છે કે આ સુપર સ્પ્રેડરને કારણે રાજ્યમાં ફરી કોરોના વકરશે પણ હજુ સુધી ઘણા વેપારીઓ અને કર્મચારીઓએ રસી લીધી નથી. જેનું મુખ્ય કારણ રસીકરણની અછત છે. સરકાર આ લોકો સુધી રસી પહોંચાડવામાં સફળ રહી નથી. જેને પગલે રવિવારે પણ રસીકરણના કેમ્પ શરૂ કરાયા છે. વેપારી રસી વિના પકડાય તો મસમોટા દંડને પગલે વેપારીઓમાં ફફડાટથી વેપારી એસોએ પણ સરકારને આ મામલે રજૂઆત કરી હતી. જે અંતર્ગત સરકારે આ ડેડલાઈન વધારીને 15મી ઓગસ્ટ કરી દીધી છે. નવા આદેશ મુજબ 15મી ઓગસ્ટ સુધી વેપારીઓ-કર્મચારીઓ રસી લઇ શકશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની આજે બેઠક મળી હતી. તેમા વેપારી-કર્મચારીઓના રસીકરણ બાબતે ચર્ચા થઇ હતી. હવે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ 15મી ઓગસ્ટ સુધીની કોરોના સામેની રસી લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે આજ રોજ એટલે 31મી જુલાઈએ વેપારી, ફેરિયા, હોટેલ- રેસ્ટોરન્ટ સહિતના વેપારી એકમોના માલિકો, સંચાલકો અને સ્ટાફને કોવિડ-19 સામેની વેક્સિન લેવા માટેનો છેલ્લો દિવસ હતો.

રાજ્યમાં કોરોનાની વેક્સિનનો મર્યાદિત પ્રમાણમાં જથ્થો હોવાના કારણે હજુ પણ ઘણા લોકો વેક્સિન લઈ શક્યા નથી. એવામાં વેપારીઓની ફરિયાદ હતી કે, સેન્ટરના ધક્કા ખાવા છતાં વેક્સિનનો જથ્થો ખુટી રહેતા તેમને ખાલી હાથે પાછા ફરવું પડે છે. ગઈકાલે જ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજુઆત કરી હતી કે હજી ઘણા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે. વેક્સિનના જથ્થાની અછતના કારણે વેપારીઓને વેક્સિન આપી શક્યા નથી. જેથી આ સમય મર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરવામાં આવે તો બાકીના સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકોને વેકસીન મળી રહે. જેને પગલે સરકારે કાલથી રવિવારે પણ મેગા કેમ્પ શરૂ કર્યો છે.

ફરજિયાત રસીકરણની સમયમર્યાદા વધારવા ગુજરાત કોમર્સ ચેમ્બરે કરી હતી માંગ

કોરોનાકાળમાં વેપારીઓ અને હોટલના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને હવે જયારે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. અને સરકાર પણ જાહેર સમારંભોમાં મોટાભાગની છૂટ આપી છે. ત્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં મુદતમાં વધારો કરાય આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત ટ્રેડર્સ અને ફેડરેશનના પ્રમુખે સીએમ વિજય રૂપાણીને એક પત્ર લખીને વેપારીઓને રાતે 10 વાગ્યા સુધી અને હોટલના સમયમાં રાતે 11 વાગ્યા સુધીના સમયનો વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી. સમય વધારો કરવાથી લોકો ઓછા પ્રમાણમાં ભેગા થશે અને શ્રાવણ મહિનામાં વેપારીઓ તહેવારમાં કમાણી પણ કરી શકશે તેવો દાવો કર્યો હતો.

50 ટકા કરતા વધુ વ્યક્તિઓ કોરોનાની રસી લીધી

ગુજરાતમાં રસીકરણને લાયક વ્યક્તિઓ પૈકી ૫૦% કરતાં વધુ વ્યક્તિઓ કોરોના રસી લઇ ચૂક્યા છે. અત્યારસુધી કુલ ૩.૨૬ કરોડ ડોઝ રસીકરણ કરાયું છે. જેમાં ૨.૪૮ કરોડ વ્યક્તિઓ દ્વારા પ્રથમ ડોઝ અને ૭૭.૫૭ લાખ વ્યક્તિઓ દ્વારા બંને ડોઝ લેવાયા છે.

ગુજરાતમાં ગુરુવારે ૪.૩૯ લાખ વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી હતી. એક જ દિવસ દરમિયાન સૌથી વધુ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હોય તેવા દેશના રાજ્યોમાં મધ્ય પ્રદેશ ૭.૧૪ લાખ સાથે મોખરે, ગુજરાત ૪.૨૫ લાખ સાથે બીજા, ઉત્તર પ્રદેશ ૪.૨૪ લાખ સાથે ત્રીજા, રાજસ્થાન ૪.૧૩ લાખ સાથે ચોથા અને મહારાષ્ટ્ર ૩.૬૪ લાખ સાથે પાંચમાં સ્થાને છે. આજના દિવસ દરમિયાન અમદાવાદ કોર્પોરેશનમાંથી સૌથી વધુ ૫૧૫૩૩, સુરત શહેરમાંથી ૨૪૬૬૦ અને બનાસકાંઠામાંથી ૧૯૭૫૦ને કોરોના રસી અપાઇ હતી.

ગુજરાતમાં અત્યારસુધી કુલ ૩.૨૬ કરોડ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે. જેમાં કુલ લક્ષિત વ્યક્તિઓ એટલે કે ૧૮થી વધુ વયની વ્યક્તિઓમાં ૫૦ ટકા કરતાં વધુ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. ગુજરાતમાં કોરોના વેક્સિન લેનારામાંથી ૧.૭૭ કરોડ પુરુષ અને ૧.૪૮ કરોડ મહિલાઓ છે.૧૮-૪૪ વયજૂથમાંથી ૧.૪૦ કરોડ, ૪૫-૬૦ વયજૂથમાંથી ૧.૦૭ કરોડ અને ૬૦થી વધુ વયજૂથમાંથી ૭૮.૬૬ લાખ દ્વારા કોરોના વેક્સિન લેવાઇ છે.

Read Also

Related posts

મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta

પ્રમુખ સાહેબનો મસાલો હવે ઓળખાશે CMનો મસાલો!, સાદો તમાકુ વગરનો મસાલો છે પ્રખ્યાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!