GSTV
Bhavnagar Trending ગુજરાત

ભાવનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ/ પ્રથમ દિવસે 20 ખેડૂત આવ્યા, 1110 રૂપિયાના ટેકાના ભાવે મગફળીની ખરીદી

ભાવનગર જિલ્લામાં આજે બુધવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે તેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં જુદા જુદા પ સેન્ટર પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પ્રથમ દિવસે કેટલાક ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક ખેડૂતો આવ્યા હતા અને કેટલાક ખેડૂતો આવ્યા ના હતાં. સરકારના નિયમ મુજબ સારી મગફળી ખરીદવામાં આવી હતી. 

ભાવનગર જિલ્લાના પાંચ માર્કેટીંગ યાર્ડમાં આજે બુધવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી, જેમાં ચિત્રા, તળાજા, પાલિતાણા, મહુવા અને ગારિયાધાર વગેરે માર્કેટીંગ યાર્ડનો સમાવેશ થાય છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પ્રથમ દિવસે પ૦ ખેડૂતને મેેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ર૦ ખેડૂત મગફળીનુ વેચાણ કરવા માટે આવ્યા હતા, જયારે ૩૦ ખેડૂત કોઈ કારણસર આવ્યા ના હતાં. ચિત્રામાં ૪, તળાજામાં ૪, પાલિતાણામાં ૮, મહુવામાં ર અને ગારિયાધારમાં ર ખેડૂત આવ્યા હોવાનુ જિલ્લા પુરવઠા અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. 

ભાવનગર જિલ્લામાં આશરે ૬ હજાર ખેડૂતે ટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવેલ છે. રજીસ્ટ્રેશન કરાવ્યુ છે તે જ ખેડૂતની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. સરકારી તંત્ર દ્વારા રોજ થોડા થોડા ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવશે. સરકારના નિયમ મુજબ સરકારી કવોલીટીની જ મગફળી ખરીદવામાં આવશે, જયારે નબળી કવોલીટીની મગફળી સરકારી તંત્ર ખરીદશે નહી તેથી નબળી કવોલીટીની મગફળી ખેડૂતોએ માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓને વેચાણ કરવી પડશે તેમ જાણવા મળેલ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી આશરે ૯૦ દિવસ સુધી કરવાની છે પરંતુ તંત્ર દ્વારા ૧ માસમાં કામગીરી પૂર્ણ થઈ જાય તેવુ આયોજન કરાય રહ્યુ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોને રાહત થઈ છે.  

ભાવનગર યાર્ડમાં મગફળીના રૂ. 1415 સુધી ભાવ બોલાયા 

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં યાર્ડમાં આજે બુધવારે શીંગ નવીની ૩૬૪પ ગુણીની હરાજી કરવામાં આવી હતી, જેમાં મગફળીના મણના ભાવ રૂ. ૯૬પથી ૧૪૧પ બોલાયા હતાં. શીંગ જી-ર૦ની ૮૬૪ ગુણીની હરાજી કરવામાં આવી હતી, જેમાં મગફળીના મણના ભાવ રૂ. ૧૦૭૦થી ૧૧૧૦ બોલાયા હતાં. મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોને રાહત થઈ છે. ટેકાના ભાવ કરતા પણ યાર્ડમાં સારી મગફળીના વધુ ભાવ આવી રહ્યા છે તેથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. સારા ભાવ મળતા કેટલાક ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપવાનુ ટાળી રહ્યા છે. 

કમોસમી વરસાદ થશે તો મગફળીની ખરીદી ખોરવાશે 

ભાવનગર જિલ્લામાં આજે બુધવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે પરંતુ હાલ કેટલાક દિવસ કમોસમી વરસાદની આગાહી છે તેથી ખેડૂતો ચિંતીત જોવા મળી રહ્યા છે. હાલ કમોસમી વરસાદના કારણે થોડા થોડા ખેડૂતોને જ બોલાવવામાં આવે છે. ખેડૂતોનો માલ પલળી ના જાય તે માટે વધુ ખેડૂતોને બોલાવવામાં આવતા નથી. કમોસમી વરસાદ પડશે તો થોડા દિવસ મગફળીની ખરીદી બંધ કરવામાં આવે તેવી શકયતા છે. વાતાવરણ સરખુ થતા મગફળીના વેચાણ માટે વધુ ખેડૂતોને બોલાવવામાં આવશે આવશે તેમ સરકારી સુત્રોએ જણાવેલ છે. 

READ ALSO

Related posts

BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ

pratikshah

મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ

Karan

Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત

Binas Saiyed
GSTV