‘તમે લડી લ્યો અમે તમારી સાથે છીએ’ લાદેનને ઘરમાં ઘુસીને મારનાર અમેરિકાએ ભારતને સાથ આપ્યો

યુ.એસ. નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જ્હોન બોલ્ટને પુલવામા થયેલા જમ્મુ કાશ્મીરનાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમના ભારતીય સમકક્ષ અજિત ડોભાલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદનો સામનો કરવા અમેરિકા તમારી સાથે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોલ્ટને શુક્રવારે એનએસએ ડોભાલ સાથે વાત કરીને આ હુમલામાં શહિદ જવાનો પ્રત્યે તેનું દુઃખ વ્યક્ત કર્યુ હતુ અને આતંકવાદની લડત સામે અને ગુનેગારોને સજા માટે ભારત સાથે ઊભા રહેવાનું વચન આપ્યું હતું.

બોલ્ટને પીટીઆઈને જણાવ્યું હતું કે, “ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે શુક્રવારે બે વખત વાટાઘાટો થઈ છે. મેં આજે ડોભાલને કહ્યું કે અમે ભારતના સ્વ-બચાવના હકને ટેકો આપીએ છીએ. બોલ્ટને એમ પણ કહ્યું હતું કે, “આતંકવાદના મુદ્દે અમારો અભિપ્રાય સ્પષ્ટ છે અને અમે પાકિસ્તાન સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ. પુલવામા હુમલાના ગુનેગારો અને ટેકેદારોને જવાબ આપવો જ જોઈએ. ‘

જમ્મુ અને કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર ગુરુવારે હુમલો થયો હતો જેમાં આશરે 42 સૈનિકો શહિદો થયા હતા અને ઘણા બધા ઘાયલ થયા હતા. પુલવામામાં આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, યુ.એસ.એ એક નોટ જારી કરી છે જેમાં અમેરિકન નાગરિકોને કહેવામાં આવ્યું છે કે આતંકવાદને કારણે પાકિસ્તાન જતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ.

તે જ સમયે યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને મદદ અને રક્ષણ કરવામાં તમામ આતંકવાદી જૂથોને તાત્કાલિક રોકવા માટે કહ્યું હતું. ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે તેની ભૂમિ પર કાર્યરત તમામ આતંકવાદી જૂથોને મદદ કરવાનું બંધ કરો કેમ કે તેઓ આ વિસ્તારમાં હિંસા અને ગભરાહટના બીજ વાવવાનું જ કામ કરે છે.” ‘

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter