પુલવામા હુમલાના એક મહિના બાદ પાકિસ્તાનને ટામેટાની સપ્લાય શરૂ, ચાર ગણો ખર્ચ વધ્યો

14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વ્યાપારીક સંબંધ ખરાબ થયા છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાકિસ્તાનમાંથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પણ છીનવી લેવામાં આવ્યો હતો.

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતના વેપારીઓએ એક પ્લાન પણ બનાવ્યો હતો અને કેટલાંક ટ્રેડર્સ અને ખેડૂતોએ પાકિસ્તાનને માલ સપ્લાય કરવાનું બંધ કરી દીધુ હતું. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમા પર પહોંચી છે. ભારતમાં જ્યાં ટામેટા 10 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતાં ત્યાં પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ આસમાનને આંબી ગયો હતો અને ત્યાં ટામેટાનો ભાવ 180 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.


પાકિસ્તાનમાં ટામેટાની સપ્લાય શરૂ

મહત્વનું છે કે છેલ્લા એક મહિનાથી પાકિસ્તાનમાં ભારત તરફથી ટામેટા મોકલવામાં આવતા નથી. પરંતુ હવે પાડોશી શહેરમાં ટામેટાની સપ્લાય શરૂ થઇ ગઇ છે. જોકે, ફ્કત શ્રીનગર-મુઝફ્ફરાબાદ માર્ગથી જ માલ જઇ રહ્યો છે અને સામાન્ય માર્ગ બંધ છે. જોકે, વર્તમાનમાં સપ્લાયનો ખર્ચ બે થી ચાર ગણો વધી ગયો છે.

સપ્લાયનો ખર્ચ બે થી ચાર ગણો વધ્યો

આ સંદર્ભમાં પાકિસ્તાનમાં ટામેટાની સપ્લાય વધવાથી મોટું કેન્દ્ર આઝાદપુરમાં ટામેટા વ્યાપાર સંઘના પ્રમુખ અશોક કૌશિકે જણાવ્યું કે, તણાવ ઘટવાની સાથે સપ્લાય શરૂ થઇ ગઇ છે, પરંતુ ટ્રેડની દ્રષ્ટિએ તેને નોર્મલ કહી શકાય નહીં.

અત્યારે ફક્ત શ્રીનગર-મુઝફ્ફરાબાદ માર્ગથી દરરોજ 15 થી 20 ટ્રક માલ જઇ રહ્યો છે, જ્યારે સામાન્ય દિવસે પાકિસ્તાનને દરરોજ 75 થી 100 ટ્રક સપ્લાય થાય છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે અટારી રૂટથી દિલ્હીથી પાકિસ્તાનની મંડીઓ સુધી માલ પહોંચાડવાનો ખર્ચ 25,000 રૂપિયા પ્રતિ ટક હોય છે, જે શ્રીનગર માર્ગથી 50,000થી લઇને 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કાશ્મીરમાં એન્ટ્રી પર વધુ ચાર્જ છે, પરંતુ અમૂક પોઈન્ટ પર વસૂલીથી આ ખર્ચ વધી જાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter