GSTV
Gujarat Government Advertisement

ગુજરાતની રૂપાણી સરકાર વડાપ્રધાન મોદીની આ યોજનાના ઉડાવી રહી લીરેલીરા, કેન્દ્રને બદનામીના ઉડશે છાંટા

Last Updated on August 7, 2020 by

સરકારી વિભાગની નિષ્ક્રિયતાને લઈને વધુ એક વખત સરકારની આબરુના લીરા ઉડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાન મોદીએ નવેમ્બર મહિનાના અંત સુધી તમામ ગરીબોને મફત અનાજ અને ચણા આપવામાં આવશે તેમ કહેવાયુ હતુ. પરંતુ રાજ્ય સરકારના અધિકારીઓના અણઘડ વહીવટના કારણે કેન્દ્ર સરકારની બદનામીની પ્રહલાદ મોદીએ ભીતિ વ્યક્ત કરી.

પુરવઠા વિભાગ દ્વારા થોડા સમય અગાઉ ૧૫ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બે કિલો ચણા વિતરણ કરવામાં આવશે. તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જો કે બાદમાં આવો આદેશ જાહેર કરાયો ૫ તારીખ સુધી જે કોઈ લોકોએ ચણા ભલે લઇ લીધા હોય. પરંતુ હવે કોઈએ આગામી આદેશ સુધી ચણા ગોદામમાં ઉતારવા નહિ. ત્યારે આવા સંજોગોમાં કેવી રીતે ગરીબ લોકો સુધી ચણા પહોંચશે એ સવાલ થઇ રહ્યો છે.

તો સવાલ એ પણ છે કે આખરે કેમ આ રીતે આયોજન વગર નિર્ણય કરવામાં આવી રહ્યા છે. શું ટેસ્ટીંગ વગરના ચણા પહેલા ખરીદી કરી લેવામાં આવ્યા હતા કે કોઈ અન્ય કારણસર આવો આદેશ કરવાની ફરજ પડી ? આ આદેશના કારણે સસ્તા અનાજની દુકાન ધારક અને લોકો વચ્ચે ઘર્ષણ થાવની ભીતિ રહેલી છે. થોડા દિવસ અગાઉ મફત તેલ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી અને એ બાદ રદિયો આપવામાં આવ્યો હતો કે આવો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આવા સંજોગોમાં દરરોજ સસ્તા અનાજની દુકાન ધારક અને ગ્રાહકો વાચ્ચે ઘર્ષણની સ્થિતિ નિર્માણ પામે છે અને અધિકારીની અણઆવડતના કારણે રાજ્ય સરકાર અને પીએમાએ જાહેરાત કરી તેની બદનામી થઇ રહી છે આવા સંજોગોમાં સરકારે કડક પગલા લેવા જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana

સાવધાન/ ભૂલથી પણ આ લિંક પર ના કરતા ક્લિક, નહીં થઈ જશો કંગાળ, SBI એ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!