GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ચીનથી તણાવ વચ્ચે આર્થિક મોરચે મ્હાત આપી આત્મનિર્ભર બનાવવામાં જોડાયું FICCI, બનાવ્યો PEACE પ્લાન

છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને ચીન વચ્ચે તણાવ વધતો જાય છે. આ વચ્ચે ચીનને આર્થિક મોરચે ઘેરવા માટે ભારત સરકારે કેટલાક સખત કદમ ઉઠાવ્યા છે. ત્યાં ચીનની પ્રોડક્ટના બહિષ્કારની ઈચ્છાશક્તિ સાથે તેની ગતિ પણ તેજ થઈ ગઈ છે. આ વચ્ચે હવે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ (FICCI) ના અધ્યક્ષા સંગીતા રેડ્ડીએ પોતાના સભ્યો માટે PEACE નામથી એક કાર્ય યોજના તૈયાર કરી છે. આ ફોર્મ્યૂલા હેઠળ આત્મનિર્ભર ભારત પર ભાર મુકવામાં આવશે. ફિક્કી તરફથી પોતાના સભ્યો માટે PEACE ફોર્મ્યૂલા ના દરેક શબ્દો બાબતે તેને વિસ્તારથી બતાવવામાં આવ્યું છે.

પ્રોડક્શન અને નિકાસને વેગ અપાશે

પ્રોડક્શન માટે પી – ફિક્કીએ સંગઠનના સભ્યો માટે એક બેંન્ચમાર્ક સેટ કરીને પ્રોડક્શન વધારવાની અપીલ કરી છે. પ્રોડક્શન વધારવા માટે નિકાસ માટે એક પરામર્શ વિંગ પણ ચાલુ કરવામાં આવશે. ઈફિશિયન્સી માટે ઈ – ફિક્કી મુજબ કંપનીઓને સ્થાનિક અને રાજ્ય સરકારનો સાથે કામ કરવા માટે કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે સુઝાવ આપવામાં આવ્યો છે. જેથી કરીને વ્યાપાર કરવામાં સરળતા રહે. ફિક્કીના કેટલાય આઈડિયાને સ્વિકારવામાં આવ્યા છે. અને નિકાસ માટેના અવરોધોને દૂર કરવા માટે વડાપ્રધાન, નાણાં, વ્યવસાયિક અને ઉદ્યોગ મંત્રીઓ સાથે અન્ય મંત્રી સાથે સીએમ અને કેટલાક અન્ય લોકો સાથે વાતચીત પણ કરી છે. ફિક્કી આવનારા દિવસોમાં કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે પોતાના સભ્યોના વિચારો અને સૂચનોને સરકારો સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવશે.

વૈકલ્પિક સ્રોતો માટે આયાત માટે વ્યૂહાત્મક આયોજનો થશે

અલ્ટરનેટ માટે A – ફિક્કી મુજબ કેટલાય ઉત્પાદનો ઘરેલુ રૂપથી ઉપલબ્ધ છે. છતાં પણ કેટલીક કંપનીઓ વિદેશોમાંથી ઉત્પાદનો આયાત કરે છે. પ્રત્યેક સભ્યોને બીજા દેશોમાંથી આપૂર્તિ માટે વૈકલ્પિક સ્રોતોને જોવા ઈચ્છે છે. ફિક્કીએ પોતાની તરફથી એરકંડિશનર, ફર્નિચર, કપડા, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને મોબાઈલ ફોન માટે વ્યૂહાત્મક આયોજનો – રણનીતિ વિકસિત કરી છે.
કમ્પિટિશન – પ્રતિસ્પર્ધા માટે C – ફિક્કી મુજબ આપણે પ્રત્યેક વ્યવસાયને જોતા અને પ્રતિસ્પર્ધામાં સુધારા માટે એક કાર્ય યોજના તૈયાર કરવાની આવશ્યકતા છે. ફિક્કીનું કહેવું છે કે સરકારની નીતિઓની કેટલાક નિયમો વ્યવસાયના પ્રતિસ્પર્ધાત્મકાને પ્રભાવિત કરે છે. જેમાં વીજળી, જમીન, શ્રમ વગેરેની લાગત પણ શામેલ છે. એક્સપર્ટ માટે E ફિક્કી મુજબ હવે નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે. ફિક્કીએ સભ્યોને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાની પ્રોડક્ટની નિકાસમાં તેજી લાવે અને પોતાના પ્રોડક્શનનના 5 ટકા નિકાસ કરવાની શરૂઆત કરે. અને જે પહેલાથી જ નિકાસ કરી રહ્યા છે. તે ડબલ કરી દે. ફિક્કી હવે તમામ પ્રકારે PEACE ફોર્મ્યૂલા પર કામ કરવાની તૈયારી કરી છે.

ચાર વર્ષમાં ચીની રોકાણમાં 12 ગણો થયો વધારો

આ વચ્ચે આંકડાઓ અને તેના વિશ્લેષણથી જોડાયેલી કંપની ગ્લોબલ ડેટાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ મુજબ દેશમાં સ્ટાર્ટઅપમાં છેલ્લા 4 વર્ષમાં ચીની રોકાણમાં 12 ગણો વધારો થયો છે. વર્ષ 2019માં આ વધીને 4.6 અરબ ડોલર પહોંચી ગયો છે. જે વર્ષ 2016માં 38.1 કરોડ ડોલર હતો. વિદ્ધિ વિકાસની વધારે સંભાવના વાળા મોટાભાગનાસ્ટાર્ટઅપ ને ચીની કંપનીઓ અને ત્યાંની ઇન્વેસ્ટમેન્ટ વર્ગનું સંપૂર્ણ સમર્થન છે. યુનિકોર્ન તેવા સ્ટાર્ટઅપને કહેવાય છે કે જેનું મૂલ્યાંકન એક અરબ ડોલર અથવા તેથી વધારે હોય છે.

READ ALSO

Related posts

પેટાચૂંટણીની 8 બેઠકો કોંગ્રેસ જીતશે : અહીંથી ભાજપના થશે વળતાં પાણી, જનતાના આશીર્વાદથી વિરોધપક્ષ થયો મજબૂત

pratik shah

સુશાંતના નામે રિયાની પોસ્ટ, તને ગુમાવ્યાને 30 દિવસ થયા, જીવનભર કરીશ પ્રેમ

Mansi Patel

રેખાને થવું પડ્યું હોમ ક્વોરન્ટાઈન, બંગલો પણ થયો સીલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!