GSTV
Home » News » વેચાવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સુપરયાટ, કિંમત એટલી કે તમે પણ ખરીદી શકશો

વેચાવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સુપરયાટ, કિંમત એટલી કે તમે પણ ખરીદી શકશો

માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર સ્વર્ગીય પૉલ એલનની ત્રણ સુપરયાટોમાંથી એક લગ્ઝરી યાટ ઑક્ટોપસને બ્રોકર કંપનીઓ ફ્રેઝર અને બર્ગેસે વેચવા માટે લિસ્ટઆઉટ કરી છે. આ યાટની લંબાઇ 414 ફૂટ એટલે કે 126 મીટર છે. જણાવી દઇએ કે એલનનું નિધન વર્ષ 2018માં થયું હતુ.

એલન પાસે હતી અન્ય બે યાટ

એલન પાસે 301 ફૂટ એટલે કે 92 મીટર લાંબી ટેટૂશ અને 198 ફૂટ એટલે કે 60 મીટર લાંબી યાટ મેડુસા પણ હતી.

એલનની અનેક વસ્તુઓનું થશે વેચાણ

ફક્ત યાટ જ નહી એલનના નિધન બાદ તેની અનેક મોંઘી વસ્તુઓનું વેચાણ કરવામા આવશે. તેમાં એલનની એરોસ્પેસ કંપની સ્ટ્રેટોલૉન્ચ દ્વારા બનાવવામાં આવેલુ દુનિયાનું સૌથી મોટુ વિમાન પણ સામેલ છે.

દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સુપરયાટ છે ઑક્ટોપસ

ઑક્ટોપસમાં 26 લોકો અને 63 ક્રૂ મેમ્બર માટે જગ્યા છે અને આ દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સુપરયાટ છે. ઑક્ટોપસની કિંમત 325.2 મિલિયન ડૉલર એટલે કે આશરે 2,330 કરોડ રૂપિયા છે. તેનું નિર્માણ 2003માં થયું હતુ.

ઑક્ટોપસમાં છે આ સુવિધાઓ

ઑક્ટોપસમાં પુલ, હૉટ ટબ, સ્પા, બાર અને એક જિમ પણ છે. આ ઉપરાંત ફ્રેજર અને બર્ગસે જણાવ્યા અનુસાર તેમાં રેકોર્ડિંગ સ્ટુડિયો અને સિનેમા હૉલ પણ છે. ઑક્ટોપસમાં એક લાઉંજ છે. જેની નીચે પારદર્શક ગ્લાસ છે. આ ઉપરાંત તેમાં એલીવેટર અને બાસ્કેટબૉલ કોર્ટ પણ છે.

અનેક સંગીતકારોએ કર્યુ છે પર્ફોર્મ

ઑક્ટોપસ પર અનેક જાણીતી હસ્તિઓ અને સંગીતકારોએ પર્ફોર્મ કર્યુ છે. મિક જેગરે પણ યાટના સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ કર્યા છે.

35 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ

આ સુપરયાટ એન્ટાર્કટિકા પણ જઇ ચુકી છે. તેની મહત્તમ સ્પીડ 21.8 માઇલ પ્રતિ કલાક એટલે કે 35 કિલોમીટર પ્રતિ કલાક છે.

Read Also

Related posts

સાબરમતી આશ્રમની વિશ્વના દિગ્ગજ નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે, પણ ટ્રમ્પના આવતાં જ રેકોર્ડ બની જશે

Mayur

ગમે તે કરો પણ લોકો એકઠાં કરો, ભાજપના નેતાઓ ભીડ ભેગી કરવામાં વ્યસ્ત

Mayur

સુપ્રીમમાં દાવો : જરૂરિયાત કરતાં વધારે પડતી પોલીસ ખડકી દેવાના કારણે શાહીનબાગમાં મુશ્કેલીઓ વધી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!