GSTV
India News Trending

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

નોઈડામાં સેક્ટર-93 A સુપરટેક એમરાલ્ડ કોર્ટ ટ્વીન ટાવર્સને તોડી પાડવા માટે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. આ ટ્વીન ટાવર 28 ઓગસ્ટે તોડી પાડવામાં આવશે. આ ચકચારી કેસમાં અગાઉ સીબીઆરઆઈએ પણ મંજૂરી આપી દીધી છે.

સુપરટેક

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં એક ગેર સરકારી સંગઠન કહેતાં એનજીઓની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં નોઈડામાં ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને કથિત રીતે બનેલા સુપરટેક લિમિટેડના 40 માળના બે ટાવરને તોડી પાડવાની જગ્યાએ વૈકલ્પિક સમાધાનના નિર્દેશનો આગ્રહ રાખ્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સુધાંશુ ધુલિયાની ખંડપીઠે એનજીઓ ‘સેન્ટર ફોર લૉ એન્ડ ગુડ ગવર્નન્સ’ પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો અને નિર્દેશ આપ્યો હતો કે આ રકમ રજિસ્ટ્રીમાં જમા કરવામાં આવે, જેથી કોવિડથી પ્રભાવિત થયેલા વકીલોના પરિવારના લાભ માટે ઉપયોગ કરી શકાય.

સીબીઆરઆઈએ પણ મંજૂરી આપી હતી

આ અગાઉ આ બાબતમાં સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) એ એડફિસ એન્જિનિયરિંગને સેક્ટર-93-A, નોઇડામાં સ્થિત સુપરટેકના બંને ટાવર (એપેક્સ-સાયન) ને તોડી પાડવાની મંજૂરી આપી છે. બુધવારે નોઈડા ઓથોરિટી ખાતે એડફિસ એન્જિનિયરિંગ, સુપરટેક મેનેજમેન્ટ અને સીબીઆરઆઈના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. સીબીઆરઆઈએ એડફિસ એન્જિનિયરિંગને વિસ્ફોટકો સ્થાપિત કરવાની પરવાનગી આપી હતી, પરંતુ સુપરટેક મેનેજમેન્ટ પર સ્ટ્રક્ચરલ ઓડિટને લઈને તેમાં વિક્ષેપ પડ્યો હતો

સુપરટેક

સુપરટેકે સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ સબમિટ નહોતો કર્યો

સુપરટેક મેનેજમેન્ટે અત્યારે જે ટાવર તોડી પાડવાના છે તેની આસપાસના અન્ય ટાવરનો સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાનો હતો તે હજુ કર્યો નથી. અર્થાત તે રિપોર્ટ સબમિટ કરાવવાનો બાકી છે. સુપરટેક મેનેજમેન્ટે 15 ઓગસ્ટ સુધીમાં આ રિપોર્ટ આપવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 29 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં CBRIએ સુપરટેક મેનેજમેન્ટ પાસેથી સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ અને એડફિસ એન્જિનિયરિંગ પાસેથી કેટલીક માહિતી માંગી હતી.

READ ALSO:

Related posts

PHOTOS / ભારતમાં કયા પ્રાણીઓને કાયદેસર રીતે પાળી શકાય છે અને કોને નહીં?

Drashti Joshi

ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!

Kaushal Pancholi

જાણો કોણ છે મોહન યાદવ, જે બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી

Rajat Sultan
GSTV