ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીથી લઈને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસે પોતાના દિગ્ગજ રાજનેતાઓને મેદાનમાં પ્રચારની જવાબદારી સોંપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને આ દરમિયાન તેઓ 7 રેલીઓને સંબોધિત કરશે.બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી ગુજરાત પ્રવાસ પર છે. ખડગે આજે નર્મદા જિલ્લામાં બે રેલીઓને સંબોધશે. આ દરમિયાન ખડગે સાથે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ હાજર રહેશે