સોમવારે મુંબઇમાં રજનીકાન્ત, સુનીલ શેટ્ટી અને પ્રતીક બબ્બરે આવનારી ફિલ્મ ‘દરબાર’નું ટ્રેઇલર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં રજનીકાંત લગભગ ૨૫ વરસ બાદ પોલીસની ભૂમિકામાં જોવા મળશે.

આ પ્રેસંગે રજનીકાંતે જણાવ્યુ હતુ કે, ” મેં અત્યાર સુધીમાં ૧૬૦ ફિલ્મોમાં કામ કર્યું છે. એક રીતે જોઇએ તો, મેં દરેક વિષય પર કામ કર્યું છે. મારી કારકિર્દી ૪૫ વરસની છે, હા, પરંતુએક જોનર બાકી છે, જેના પર હજી સુધી મને રોલ ઓફર થયો નથી, અને તે છે, ટ્રાન્સઝેન્ડરનું પાત્ર. આ પાત્ર મને ભજવવાની ઇચ્છા છે. હજી સુધી આ વિષયને લગતી સ્ક્રિપ્ટ અથવા વાર્તા મેં વાંચી નથી કે સાંભળી નથી. તમારી સાથે વાતચીત કરતાં જ મને આ વિચાર સ્ફૂયો છે. હવે મને લાગે છે કે, આવી વાર્તા અને આવા પાત્ર માટે દિગ્દર્શક એઆર મુરુગાદોસે વિચાર કરીને ક્રિએટ કરવો પડશે.”

રજનીકાન્ત પોતાની આવનારી ફિલ્મમાં ૨૫ વરસ પછી પોલીસની ભૂમિકામાં જોવા મળશે. જોકે તેને આવા ગંભીર પાત્ર બહુ પસંદ નથી.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત