રજનીકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે 2019માં લોકસભા નહીં લડે, જો કોઈએ ફોટો વાપર્યો તો..

તમિલ ફિલ્મ સ્ટાર રજનીકાંતે કહ્યું હતું કે તેમની પાર્ટી તમિલનાડુની દરેક વિધાનસભા સીટ પર ચૂંટણી લડશે. તેઓ ભાજપની નજીકના સભ્ય માનવામાં આવે છે. એક કાર્યક્રમમાં કલમ હાસનને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ રજનીકાંત સાથે ગઠબંધન કરશે? ત્યારે હાસને કહ્યું હતું કે, જો તેમનો રંગ ભગવો હશે તો નહીં.

પરંતુ હવે તમિલ ફિલ્મ સ્ટાર રજનીકાંતે જાહેરાત કરી છે કે, તેઓ અને તેમની પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી લડવાના નથી. તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે, પ્રચાર દરમિયાન તેમની પાર્ટીના ચિન્હનો પણ ક્યાંય ઉપયોગ કરવામાં આવે નહીં. રજનીકાંતે ગયા વર્ષે 31 ડિસેમ્બરે રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી.

ગયા વર્ષે નવેમ્બરમાં રજનીકાંતે ભાજપને જોખમી ગણાવ્યું હતું. જોકે ત્યારપછી તેમણે ખુલાસો કરતાં કહ્યું હતું કે, વિપક્ષ માટે ભાજપ જોખમી છે. સત્તાધારી પાર્ટી જનતા માટે જોખમી છે કે નહીં તે નક્કી કરવું તે લોકોનું કામ છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જો દરેક વિપક્ષી દળ ભાજપને જોખમી કહે છે તો તેવું ચોક્કસથી હશે. રજનીકાંતના જણાવ્યા પ્રમાણે, મને એવું પૂછવામાં આવ્યું હતું કે, દરેક પાર્ટીઓ ભાજપ વિરુદ્ધ એકજૂથ થઈ રહી છે. શું ભાજપ જોખમી પાર્ટી છે? આ વિશે મેં કહ્યું હતું કે, જો દરેક લોકો આવું વિચારે છે તો એવું હશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter