GSTV
Home » News » આ ખૂબસૂરત આઈલેન્ડ પર ચાલે છે મહિલાઓનું રાજ, પુરુષોના જવા પર છે પાબંદી

આ ખૂબસૂરત આઈલેન્ડ પર ચાલે છે મહિલાઓનું રાજ, પુરુષોના જવા પર છે પાબંદી

મોટાભાગે તો મહિલા અને પુરુષોને દરેક જગ્યા પર જવા માટે કોઈ પાબંદી હોતી નથી. પરંતુ એક જગ્યા એવી છે કે જ્યાં ખાલી મહિલાઓ જ જઈ શકે છે. ત્યાં પુરુષોને જવા માટે પૂરેપૂરી પાબંદી છે. એટલું જ નહીં ત્યાં મહિલાઓનું જ રાજ ચાલે છે. આ જગ્યાનું નામ છે સુપરશી આઈલેન્ડ.

સુપરશી આઇલેન્ડ ફિનલેન્ડના બાલ્ટિક સીની પાસે છે. આઈલેન્ડને આ વર્ષે ખોલવામાં આવ્યો છે. 8.47 એકરમાં ફેલાયેલા આ આઈલેન્ડને અમેરિકાની એક બિઝનેસ વુમેન ક્રીસ્ટિના રોથએ ખરીદ્યો છે. આ જગ્યા પર મહિલાઓને રજા માણવા અને મોજ-મસ્તી માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. જણાવીએ કે તેની માલિક ક્રીસ્ટીના રોથ એક એવી જગ્યાની શોધમાં હતી કે એક મહિલા આરામથી રજાઓ માણી શકે.

જ્યાં તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. તેનું કહેવું છે કે આ આઈલેન્ડમાં મહિલાને ફિટનેસ, ન્યુટ્રિશન અને અહીં એવી બધી વસ્તુ મળશે જે તેમને ભાગદોડ વાળા જીવનમાં નથી મળતી. આ આઈલેન્ડ પર એક રિઝોર્ટ બનાવવામાં આવ્યો છે. જેને બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

તેમાં 4 કેબિન બનાવી છે જ્યાં 10 મહિલા આરામથી રહી શકે. આ રિઝોર્ટમાં સ્પા, સોના બાથ અને બીજી અન્ય સુવિધાઓ પણ મળશે. બધી કેબિન હેલ્થ પર ફોકસ કરીને બનાવી છે. તેમાં એક કેબિનની કિંમત બે લાખ રૂપિયાથી લઈ ચાર લાખ રૂપિયા સુધી રહેશે.

જેમાં મહિલા પાંચ દિવસ સુધી આરામથી રહી શકશે. અહેવાલ અનુસાર આ આઈલેન્ડ પર જવા માટે ટિકિટ બુક કરાવતા પહેલા મહિલાને સ્વીકૃતિ આપવાની રહેશે. સ્વીકૃતિ જ નહીં પણ સ્કાઈપના માધ્યમથી એક ઈન્ટરવ્યૂ પણ આપવાનું રહેશે. ક્રીસ્ટીના રોથે એક ન્યૂઝમાં જણાવ્યું હતું કે મને પુરુષો પ્રત્યે કોઈ પણ પ્રકારની નફરત નથી. આગળના સમયમાં આ આઈલેન્ડ પુરુષો માટે પણ ખુલી શકે છે.

Read Also

Related posts

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel

રશિયાના આ ગામમાં બચ્યો છે ફક્ત એક માણસ, સાથ માટે પાળી રહ્યો છે કુતરા-બિલાડીઓ અને હજારો મધમાખીઓને

Mansi Patel

અહીં ખુલ્યું અનોખુ ગાર્બેજ કેફે, એક કિલો પ્લાસ્ટિકના બદલે મળશે ભરપેટ ભોજન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!