GSTV
Home » News » ખુબ જ મુશ્કેલીથી ચાલી રહ્યો છે TV નો સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’

ખુબ જ મુશ્કેલીથી ચાલી રહ્યો છે TV નો સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક કેરેક્ટરે લોકોના મન પર ખુબ જ ઉંડી છાપ છોડી છે પરંતુ છેલ્લા કેટલાંક સમયથી શો ને જોતા એવુ લાગે છે કે આ શો ધીમે ધીમે પોતાની પ્રસીધ્તા ખોઈ રહ્યો છે. જ્યારે પણ ભારતમાં ટીવીના સૌથી પ્રખ્યાત શોની વાત કરવામાં આવે ત્યારે ટોપ લિસ્ટમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ હંમેશા રહેતુ હોય છે.

હાલ છેલ્લા કેટલાક સમયથી શો ની ટીઆરપી ઘટી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે આવુ શા માટે થઈ રહ્યું છે? છેલ્લા થોડા સમયમાં શો ને ઘણા બધા ઝટકાઓ મળી રહ્યાં છે. ડોઢ વર્ષથી શોની પ્રખ્યાત પાત્ર દયાબેનનુ ગાયબ થવું, ડોક્ટર હાથીનું પાત્ર ભજવતા એક્ટર કવિ કુમાર આઝાદનું અચાનક મૃત્યુ થવું, સોનુનો રોલ ભજવનાર નિધિ ભાનુશાળીએ પણ શો છોડી દીધો આવા કેટલાક કારણો છે કે જેના લીઘે સીરીયલ પર અસર થઈ રહી છે.

શોમાં થોડા સમયથી કોઈ ખાસ પ્લોટ બતાવવામાં આવતા નથી. ક્યારેક ક્યારેક એવુ લાગે છે કે શોની ટેગ લાઈન હસતા રહો, ખુશ રહો થી ભટકી રહી છે. પહેલા શોમાં દરેક ફંકશનને ખુબ જ સારી રીતે બતાવવામાં આવતા હતા જેમાં ખુબ જ મજા આવતી હતી પરંતુ હવે સ્ક્રીપ્ટમાં પંચ નજર આવતા નથી. પહેલા સીરિયલનો એક-એક ડાયલોગ હસવા માટે મજબુર કરતા હતા હવે આખા એપિસોડમાં હસવા માટે ડાયલોગ શોઘવા પડે છે.

આજકાલ શોમાં નકામાં પ્લોટ બતાવવામાં આવી રહ્યા છે. આઉટડોરના નામે પાત્રોને સિંગાપુરમાં લઈ ગયા હતા પરંતુ તે પ્લોટ પણ ઠંડો સાબિત થયો. હવે પોપટલાલના લગ્ન વાળો ટ્રેક પણ નકામો જશે તેવુ જણાઈ રહ્યું છે. અત્યારે શોની હાલત એવી છે કે સીરિયલમાં પોતાના ફેન્સને બાંધીને રાખવા ખુબ જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામને લઈ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, રોડ શોની કરશે સમીક્ષા

Mayur

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલાં બે અધિકારી બાખડ્યા, આઈ કાર્ડ મામલે Dysp વચ્ચે થઈ ગઈ બબાલ

Mayur

કીવીઝ વિરુદ્ધ ઈશાંતનો ‘પંજો’, ઝહીર ખાનને પછાડીને ઘણા રેકોર્ડ કર્યા પોતાના નામે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!